નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંના વૈવાહિક જીવનમાં કથિત રીતે તોફાન મચાવનાર પાકિસ્તાની મહિલા અલિશ્બાએ પહેલીવાર આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. આ પહેલા શમીની પત્ની હસીન જહાંએ આરોપ લગાવતા કહ્યું હતું કે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ દુબઈમાં અલિશ્બાને મળ્યો હતો. જ્યાં શમીએ પૈસા લીધા હતા, જે મોહમ્મદ ભાઇએ આપ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે મોટો વિવાદ થયા બાદ હવે અલિશ્બાએ પોતાનું મૌન તોડ્યું છે. અલિશ્બા અનુસાર, તેની અને શમીની ઓળખાણ 2017માં ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન વિરુદ્ધ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં મળેલી હાર બાદ થઈ હતી. આ મેચમાં મોહમ્મદ શમીની એક પાકિસ્તાન ફેન સાથે બોલાચાલી પણ થઈ હતી. 


અલિશ્બા અનુસાર, આ મામલો ખૂબ ચર્ચામાં રહ્યો. ત્યારબાદ તેનો શમીમાં ઈન્ટરસ્ટ વધ્યો. અલિશ્બાએ સોશિયલ મીડિયાના માધ્યમથી શમીનો સંપર્ક કર્યો. થોડા દિવસો બાદ તે સારા મિત્રો બની ગયા. એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં અલિશ્બાએ સ્વીકાર કર્યો કે હું તેની એક ફોલોઅર છું. જેમ બીજા લાખો ફોવોઅર છે. હવે અમે સારા મિત્રો છીએ. હું એક સામાન્ય ફ્રેન્ડ છું, જે તેને માત્ર મેસેજ મોકલું છું. 


એક વ્યક્તિ તરીકે હું શમીને ખૂબ પસંદ કરૂ છું. દરેક ફેનની ઈચ્છા પોતાના આઈડલ હીરોને મળવાની હોય છે. મારા મનમાં તેની માટે ખૂબ સન્માન છે. અમારી વચ્ચે જે પણ વાતચીત થઈ તે સામાન્ય છે.