નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. પહેલા જ ઘણા આરોપ લગાવી ચૂકેલી શમીની પત્ની હસીન જહાંએ હવે તેના પર નવો કેસ દાખલ કરાવ્યો છે. હસીન જહાંએ પશ્ચિમ બંગાળના અલીપોર કોર્ટમાં શમી અને તેના પરિવારના બાકીના સભ્યો પર ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કરાવ્યો છે. આ નવા કેસમાં હસીન જહાંએ શમી પર ભથ્થુ અને સારવારનો ખર્ચ ન આપવાનો કેસ દાખલ કરાવ્યો છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા હસીન જહાં આઈપીએલમાં દિલ્હીની ટીમના સીઈઓ હેમંત દુઆને પણ મળી હતી. મુલાકાત બાદ હસીન જહાંએ જણાવ્યું કે, મેં મારી વાત હેમંત સર સામે રાખી  અને તેમને કહ્યું કે, જ્યાં સુધી અમારો પારિવારિક વિવાદ સમાપ્ત ન થાય ત્યાં સુધી તેને આઈપીએલની ટીમમાં રાખવામાં ન આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શમીએ પત્ની હસીન જહાં વિશે કર્યા અત્યંત ચોંકાવનારા ખુલાસા, કહ્યું-'ખબર નહતી..'


આઈપીએલમાં મોહમ્મદ શમીને દિલ્હીની ટીમે 3 કરોડમાં રિટેન કર્યો છે. હાલમાં બીસીસીઆઈના એન્ટી કરપ્શન યૂનિટે મોહમ્મદ શમીને ક્લીન ચિટ આપી હતી અને બોર્ડે તેને ગ્રેડ-બીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેને આઈપીએલમાં રમવા માટે પણ ક્લીનચિટ આપવામાં આવી હતી. બીસીસીઆઈ દ્વારા ક્લીનચિટ મળ્યા બાદ મોહમ્મદ શમીએ કહ્યું કે, તે પોતાના દેશ માટે રમવા ઈચ્છે છે. હસીન જહાંએ મોહમ્મદ શમી પર મારપીટ, બળાત્કાર, હત્યાનો પ્રયત્ન, ઘરેલૂ હિંસા અને મેચ ફિક્સિંગ જેવા ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. શમી આ આરોપોનો ઈનકાર કરતો રહ્યો  છે. 


હવે અલિશ્બાએ તોડ્યું મૌન, જેને હસીન જહાં જણાવતી શમીની ગર્લફ્રેન્ડ


ઉલ્લેખનીય છે કે, હસીન જહાંએ શમી પર માનસિક અને શારીરિક પજવણીનો આરોપ લગાવ્યો હતો અને તે પણ કહ્યું કે, તેને લગ્નેત્તર સંબંધો છે. તે સિવાય હસીને શમી પર મેચ ફિક્સિંગ અને પોતાની હત્યાનો પ્રયત્ન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ મામલામાં ફાસ્ટ બોલર વિરુદ્ધ કેસ દાખલ રવામાં આવ્યો હતો. 


મોહમ્મદ શમી-હસીન જહાં વિવાદમાં નવો ખુલાસો, બે દિવસ દુબઈમાં રહ્યો હતો શમી