India vs South Africa 2nd Odi: ભારતીય ટીમે  દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડેમાં શાનદાર જીત મેળવી. ટીમ ઈન્ડિયાએ મેચ જીતીને 1-1થી સિરીઝમાં બરાબરી કરી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બોલિંગમાં ખૂબ જ સારું પ્રદર્શન કરીને  ટી20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયાનો દરવાજો ખટખટાવ્યો છે.
 
મોહમ્મદ સિરાજને મળી શકે છે ટીમમાં સ્થાન 
ટીમ ઈન્ડિયાને ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહના સ્થાન પર એક ફાસ્ટ બોલરને છે જરૂર. મોહમ્મદ સિરાજના હાલના પ્રદર્શનને જોતા તેને તક મળી શકે છે. 
 
દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં કર્યું જોરદાર પ્રદર્શન
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પહેલી વન-ડેમાં મોહમ્મદ સિરાજે પોતાની બોલિંગથી બેટ્સમેનો  કરી નાખ્યા હતા પરેશાન. મોહમ્મદ સિરાજે 10 ઓવરમાં 3 વિકેટ ઝડપી અને માત્ર 38 રન આપ્યા. મોહમ્મદ સિરાજે ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ અને કેશવ મહારાજની લીધી વિકેટ.
 
T20 વર્લ્ડ કપ માટે સિરાજની મજબૂત દાવેદારી
ભારતીય પસંદગીકારો ટૂંક સમયમાં જસપ્રિત બુમરાહના સ્થાનની જાહેરાત કરશે. સ્ટેન્ડબાય પ્લેયર્સ મોહમ્મદ શમી અને દીપક ચહર આ સમયે સંપૂર્ણ રીતે ફિટ પ્લેયર નથી. તેથી મોહમ્મદ સિરાજના આ પ્રદર્શનથી તેની ટીમમાં એન્ટ્રી થઈ શકે છે. હાલમાં જ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટી-20 શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જસપ્રીત બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજને પણ આ શ્રેણીની છેલ્લી મેચમાં તક આપવામાં આવી હતી.