પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન મંકીગેટ વિવાદ ફરી એકવખત ચર્ચામાં આવ્યો છે. એંડ્રૂ સાઇમંડ્સે આ વિવાદને તે કહેતા હવા આપી છે કે હરભજન સિંહે રોતા તેની માફી માંગી હતી. હવે તેના પર ભજ્જીએ ટ્વીટ કરતા પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું- મારા ખ્યાલથી સાઇમંડ્સ સારો ક્રિકેટર હતો, પરંતુ તે હવે સારો ફિક્શન રાઇટર (કથા લેખક) બની ગયો છે. તેણે આ સમયે (2008)ની સ્ટોરી વેચી હતી અને તે હવે તે (2018)મા સ્ટોરી વેચી રહ્યો છે. દોસ્ત છેલ્લા 10 વર્ષમાં દુનિયા આગળ નીકળી ચુકી છે. આ સમય છે કે, તમે પણ મોટા થઈ જાવ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઇમંડ્સે આવી વિવાદને હવા
સાયમંડ્સે પોતાના નિવેદનમાં કહ્યું- ભારતીય સ્પિનર હરભજન સિંહ મંકીગેટ પ્રકરણ બાદ આ મામલાને ઉકેલવા દરમિયાન રોવા લાગ્યો હતો. સાઇમંડ્સે ફોક્સ સ્પોર્ટ્સને કહ્યું હતું, તે (ભજ્જી) રોવા લાગ્યો હતો અને મેં જોયું કે, તેને લઈને તેના પર ભાર હતો અને તે તેને પૂરો કરવા ઈચ્છતો હતો. અમે એક બીજાને મળ્યા અને ગળે લગાવ્યા અને કહ્યું, દોસ્ત બધુ યોગ્ય છે. આ મામલો પૂરો. 


હરભજન સિંહે આપ્યો જવાબ
આ ઘટના પર ભારતીય દિગ્ગજ સ્પિનરે પોતાના ટ્વીટમાં લખ્યું- ક્યારે થયું હતું આ? રોવા લાગ્યો..? કોના માટે? (WHEN DID THAT HAPPEN ??? BROKE DOWN ???? WHAT FOR ???) 



સાયમંડ્સે કહ્યું, અમે એક રાતે ધનવાન વ્યક્તિના ઘરે ડિનર માટે ગયા અને પૂરી ટીમ ત્યાં હાજર હતી. ત્યાં મહેમાન હાજર હતા અને હરભજને કહ્યું કે, દોસ્ત શું હું એક મિનિટ માટે તમારી સાથે બગીચામાં વાત કરી શકુ છું. તેમણે કહ્યું, જુઓ મેં સિડનીમાં તમારી સાથે જે કર્યું તેના માટે માફી માંગવા ઈચ્છુ છું. હું માફી માગુ છું, હું આશા કરૂ છું કે, તેનાથી તારા, તમારા પરિવાર, તમારા દોસ્તોને ખૂબ નુકસાન નહીં પહોચ્યું હોય અને મેં જે કહ્યું કે, તેના માટે ખૂબ માફી માગુ છું, મારે આમ કહેવાની જરૂર નહતી. 


આ છે ઘટના 
જાન્યુઆરી 2018મા હરભજન પર સાયમન્ડસે વાંદરો કહેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને જાતિવાદી કોમેન્ટ માનતા ખુબ હંગામો થયો હતો. મામલો આઈસીસી પાસે પહોંચ્યો હતો અને તેમાં કેટલાક લોકોને સાક્ષી બનાવીને સુનાવણી થઈ હતી. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા બંન્ને ખેલાડીઓના સંબંધોમાં ખટાસ જોવા ન મળી. હરભજને ન્યૂઝ ક્રોપ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, જે થઈ ગયું તે ભૂતકાળ છે અને અમે બંન્ને મિત્રો છીએ. અમે મુંબઈ ઈન્ડિયન્સ માટે એકસાથે રમ્યા છીએ.