નવી દિલ્હીઃ આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા' પર શરૂ થયેલો વિવાદ શાંત થઈ રહ્યો નથી. સોશિયલ મીડિયા પર બાયકોટની માંગ વચ્ચે ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. તેને લઈને ભારતીય મૂળના પૂર્વ ઈંગ્લિશ ક્રિકેટર મોન્ટી પાનેસરે આકરી પ્રતિક્રિયા આપી છે. તેનું માનવું છે કે આમિર ખાનની આ ફિલ્મ ભારતીય સેના અને શીખોનું અપમાન કરે છે. 


તેણે બે ટ્વીટ કરતા ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરી છે. તેણે પ્રથમ ટ્વીટમાં લખ્યું- ફોરેસ્ટ ગંપ અમેરિકી સેનામાં ફિટ બેસે છે, કારણ કે અમેરિકા વિયતનામ યુદ્ધ માટે જરૂરીયાતોને પૂરી કરવા માટે ઓછા આઈક્યૂ પુરૂષોની ભરતી કરી રહ્યું હતું. આ ફિલ્મ ભારત સશસ્ત્ર દળો ભારતીય સેના અને શીખો માટે પૂર્ણ અપમાન છે. અપમાનજકન! શરમજનક.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube