Rohit Sharma Record: રોહિત શર્માએ બનાવ્યો મોટો કીર્તિમાન, ભારતનો હિટમેન બન્યો નંબર વન
Rohit Sharma Record: રોહિત શર્મા હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર કેપ્ટન બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના ઇયોન મોર્ગનનો રેકોર્ડ તોડ્યો છે.
Rohit Sharma Most Six as Captain in International Cricket: ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. વનડે વિશ્વકપ 2023 ફાઈનલ બાદ પ્રથમવાર વનડે મેચ રમવા ઉતરેલા રોહિત શર્માએ આજે શ્રીલંકા વિરુદ્ધ એક નવો કીર્તિમાન રચી દીધો છે. હિટમેન રોહિત શર્માએ ટી20 વિશ્વકપ 2024ની ફાઈનલ જીત્યા બાદ પ્રથમવાર મેચ રમી છે. શ્રીલંકા સામે રમતા રોહિતે એવો કીર્તિમાન બનાવ્યો છે, જેનો પીછો છોડવો હવે સરળ રહેશે નહીં. તે વિશ્વનો એવો પ્રથમ કેપ્ટન બની ગયો છે, જેણે કેપ્ટનના રૂપમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે.
રોહિત શર્માએ કેપ્ટન તરીકે ફટકારી સૌથી વધુ સિક્સ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે રોહિત સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગનનો રેકોર્ડ તોડ્યો છે. રોહિતે શ્રીલંકા સામે પ્રથમ વનડેમાં ત્રણ સિક્સ ફટકારી આ રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 124 મેચ રમી છે. તેમાં તેના નામે 234 સિક્સ થઈ ગઈ છે. વાત મોર્ગનની કરીએ તો તેણે ઈંગ્લેન્ડ માટે 198 મેચમાં કમાન સંભાળતા 233 સિક્સ ફટકારી હતી.
આ પણ વાંચો- ટાઈ થઈ ગઈ ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે, જીત માટે 231 રન બનાવી શકી ટીમ ઈન્ડિયા
ભારતના એમએસ ધોની ત્રીજા સ્થાને છે
જો રોહિત શર્મા અને ઈયોન મોર્ગન બાદ વાત કરીએ તો અહીં ભારતના એમએસ ધોની હાજર છે. તેણે 332 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતની કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન તેના બેટમાંથી 211 સિક્સર આવી છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગની વાત કરીએ તો તેણે પોતાના કરિયર દરમિયાન 324 મેચમાં કેપ્ટનશિપ કરતા 171 સિક્સર ફટકારી છે. એટલે કે, જો આ તમામ કેપ્ટનની વાત કરીએ તો, રોહિત શર્માએ માત્ર સૌથી વધુ સિક્સર જ નથી ફટકારી પરંતુ તે તમામ કરતા ઓછી મેચ પણ રમી છે. એટલે કે આ બાબતમાં પણ રોહિત શર્મા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.
રોહિતના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરના રૂપમાં કેટલી સિક્સ
રોહિતના કરિયરની વાત કરીએ તો તેણે ટેસ્ટ ક્રિકેટમાં 59 મેચ રમી કુલ 84 સિક્સ ફટકારી છે. તો ટી20 આંતરરાષ્ટ્રીયમાં હિટમેને 159 મુકાબલામાં 205 સિક્સ ફટકારી છે. વનડે મેચમાં રોહિત શર્માએ 262 મેચમાં 323 સિક્સ ફટકારી છે. આ સિક્સ તેની ખેલાડી તરીકે છે કેપ્ટન તરીકે નહીં. રોહિતે ટી20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે, તે હવે માત્ર વનડે અને ટેસ્ટમાં રમતો જોવા મળશે.