નવી દિલ્લી: ભારત અને શ્રીલંકાની વચ્ચે 24 ફેબ્રુઆરીથી ટી-20 સિરીઝની શરૂઆત થઈ રહી છે આઈસીસી રેન્કિંગમાં નંબર વન ટીમ બની ચૂકેલી ટીમ ઈન્ડિયાની સામે જીતનો સિલસિલો ચાલુ રાખવાનો પડકાર રહેશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની પાસે પણ આ સિરીઝમાં અનેક મહત્વના રેકોર્ડ્સ પોતાના નામે કરવાની તક રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર 12 સિક્સ અને બનાવી લેશે રેકોર્ડ:
રોહિત શર્મા જો આ સિરીઝમાં 12 સિક્સ ફટકારી દેશે તો તે ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન બની જશે. રોહિત શર્માના નામે અત્યારે 154 સિક્સ છે. જ્યારે માર્ટિન ગુપ્ટિલના નામે 165 સિક્સ છે. એવામાં 11 સિક્સની સાથે તે રેકોર્ડની બરોબરી કરી લેશે અને 12 સિક્સથી તે માર્ટિન ગુપ્ટિલનો રેકોર્ડ તોડીને નંબર વન બેટ્સમેન બની જશે. રોહિત શર્માની પાસે આ રેકોર્ડ પોતાના નામે કરવા માટે ત્રણ મેચ છે.


ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ
1. માર્ટિન ગુપ્ટિલ, ન્યૂઝીલેન્ડ - 112 મેચ, 165 સિક્સ
2. રોહિત શર્મા, ભારત - 122 મેચ, 154 સિક્સ
3. ક્રિસ ગેલ, વેસ્ટ ઈન્ડિઝ - 79 મેચ, 124 સિક્સ
4. ઈયોન મોર્ગન, ઈંગ્લેન્ડ- 115 મેચ, 120 સિક્સ
5. એરોન ફિંચ, ઓસ્ટ્રેલિયા - 88 મેચ, 113 સિક્સ


આ પણ વાંચોઃ શ્રીલંકા સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો, આ કિલર બોલર થયો બહાર


37 રન અને ટી-20 ક્રિકેટનો બેતાજ બાદશાહ બની જશે:
રોહિત શર્માની પાસે સિક્સનો રેકોર્ડ તો છે જ સાથે ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે. રોહિત શર્માના હજુ ટી-20 ક્રિકેટમાં 3263 રન છે. રોહિતને માત્ર 37 રનની જરૂરિયાત છે. અને તે ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવી શકે છે.


ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન
1. માર્ટન ગુપ્ટિલ, ન્યૂઝીલેન્ડ - 112 મેચ, 3299 રન
2. વિરાટ કોહલી, ભારત - 97 મેચ, 3296 રન
3. રોહિત શર્મા, ભારત - 122 મેચ, 3263 રન
4. પોલ સ્ટર્લિંગ, આયરલેન્ડ - 100 મેચ, 2785 રન
5. એરોન ફિંચ, ઓસ્ટ્રેલિયા - 88 મેચ, 2686 રન


આ પણ વાંચોઃ દુનિયા માટે કિંગ કોહલી છે પરંતુ મારા માટે હંમેશા ચીકુ રહીશ, યુવરાજે વિરાટ માટે લખ્યો ભાવુક લેટર


શ્રીલંકાનો ભારત પ્રવાસ:
પહેલી ટી-20 મેચ, લખનઉ - 24 ફેબ્રુઆરી
બીજી ટી-20 મેચ, ધર્મશાળા - 26 ફેબ્રુઆરી
ત્રીજી ટી-20 મેચ, ધર્મશાળા - 27 ફેબ્રુઆરી


પહેલી ટેસ્ટ, મોહાલી - 4-8 માર્ચ
બીજી ટેસ્ટ, બેંગલુરુ - 12-16 માર્ચ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube