નવી દિલ્હીઃ આઈસીસી વનડે વિશ્વકપ 2023 હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ટૂર્નામેન્ટનો પ્રથમ સેમીફાઈનલ મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે રમાશે. તો બીજી સેમીફાઈનલ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 16 નવેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટમાં બેટરોએ પોતાની દમદાર બેટિંગથી ધમાલ મચાવ્યો છે, પરંતુ બોલિંગમાં પણ ખેલાડીઓએ પોતાનો ડંકો વગાડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસી વનડે વિશ્વકપ 2023માં ઓસ્ટ્રેલિયાના સ્પિનર એડમ ઝમ્પાએ પોતાની ફિરકીનો જાદૂ ચલાવ્યો છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તે એક વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડથી હવે 5 વિકેટ દૂર છે. 


એક વનડે વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કના નામે છે. સ્ટાર્કે 2019ના વિશ્વકપમાં 10 મેચ રમી કુલ 27 વિકેટ પોતાના નામે કરી હતી. આ કોઈપણ બોલર દ્વારા એક વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા માટે 2023 વિશ્વકપમાં પણ રમી રહ્યો છે. પરંતુ આ વખતે તે ટોપ-10 માં સામેલ નથી. તેવામાં આવો જાણીએ વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 10 બોલર વિશે.


બોલર મેચ ઈનિંગ મેડન રન વિકેટ બેસ્ટ બોલિંગ ઇકોનોમી
એડમ ઝમ્પા 9 9 1 416 22 4/8 5.26
દિલશાન મદુશંકા 9 9 4 525 21 5/80 6.7
ઝેરાલ્ડ કોએટ્ઝી 7 7 1 349 18 4/44 6.4
શાહીન આફ્રિદી 9 9 3 481 18 5/54 5.93
જસપ્રીત બુમરાહ 9 9 6 266 17 4/39 3.65
માર્કો યાન્સેન 8 8 3 415 17 3/31 6.41
મોહમ્મદ શમી 5 5 3 153 16 5/18 4.78
રવિન્દ્ર જાડેજા 9 9 4 292 16 5/33 3.97
મિચેલ સેન્ટનર 9 9 3 398 16 5/59 4.81
બસ દ લીડે 9 8 - 487 16 4/62 7.26

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube