37ની ઉંમરમાં યુવાઓના જોશને માત આપી રહ્યાં છે ધોની અને ફેડરર
શુક્રવારે વિશ્વના બે મોટા ખેલાડીઓ પોત-પોતાના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. એક તરફ મેલબોર્નમાં એમએસ ધોનીએ 87 રન ફટકાર્યા તો બીજીતરફ રોજર ફેડરરે ઓસ્ટ્રેલિયન ઓપનમાં શાનદાર જીત મેળવી હતી. આ બંન્ને ખેલાડી પોતાના એનર્જીના મામલામાં યુવાનોને પણ માત આપે છે.
નવી દિલ્હીઃ શુક્રવારે મેલબોર્નમાં માત્ર એક કિલોમીટરના અંતરમાં રમતની દુનિયાના બે સુપરસ્ટાર મેદાન પર હતા. એક તરફ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નિર્ણાયક વનડે મેચમાં ભારત તરફથી મહેન્દ્ર સિંહ ધોની મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડર પર મેચ જીતાઉ ઈનિંગ રમી રહ્યો હતો તો બીજી તરફ રોડ લેવર અરીનામાં રોજર ફેડરર ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાની ધાક જમાવી રહ્યો હતો. જે ઉંમર (37)માં સામાન્ય રીતે ખેલાડીઓના નામની આગળ નિવૃત શબ્દ જોડાઈ જાય છે, તેમાં આ બંન્ને ખેલાડીઓ પોતાની ચમક જાળવી રાખતા યુવાઓને પડકાર આપી રહ્યાં છે.
જીત સિવાય કશું નહીં
ધોનીએ મેચમાં 87 રનની અણનમ ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાની જીત પાક્કી કરી તો ફેડરરે પણ અમેરિકાના ટેલર ફ્રિટ્ઝને 6-2, 7-5, 6-2થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનના અંતિમ 16માં પોતાની જગ્યા પાક્કી કરી હતી.
INDvsAUS- ધોની સુપરસ્ટાર છે અને સર્વકાલિન મહાન ક્રિકેટર પણઃ લેંગર
માઇલસ્ટોન મેચ
આ બંન્ને પ્લેયરો માટે યાદગાર મેચ હતો. જ્યાં ધોનીએ પોતાની ઈનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ધરતી પર 1,000 વનડે રન પૂરા કરનાર ચોથો ભારતીય બન્યો તો ફેડરરે રોડ લેવર અરીનામાં પોતાની 100મી મેચ રમી હતી.
હજુ તો પાર્ટી શરૂ થઈ છે
બંન્ને ખેલાડીઓની સામે સામાન્ય સવાલ ઉઠી રહે છે કે ક્યારે નિવૃત થશો. પરંતુ બંન્ને પોતાની ધૂનમાં મગ્ન છે. સતત ત્રણ વનડેમાં ત્રણ અડધી સદી ફટકારીને ધોનીએ તે જણાવી દીધું છે કે હજુ તેનામાં ઘણું ક્રિકેટ બાકી છે અને તે આગામી વિશ્વકપમાં જરૂર રમશે, તો રોજર ફેડરરે પણ 21 વર્ષના વિરોધી ટેલરને આસાનીથી પરાજય આપીને પોતાની તાકાતનો તમામને પરિચય આપ્યો હતો. તે કરિયરમાં 99 ટાઇટલ જીતી ચુક્યો છે અને ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીતીને તે કરિયરમાં ટાઇટલની સદી ફટકારવા ઈચ્છે છે.
India vs Australia: ધોનીથી વધુ ભારતીય ક્રિકેટ માટે સમર્પિત બીજુ કોઈ નથીઃ કોહલી
રોજર ફેડરરે કહ્યું, મને કોઈ ઈજા નથી અને હું રમતનો આનંદ લઈ રહ્યો છું. મારા બાળકો મજામાં છે. પત્ની ખુશ છે. જ્યાં સુધી મોમેન્ટની વાત છે તો મને કોઈ ફરિયાદ નથી અને હાલમાં નિવૃતીનો કોઈ પ્લાન નથી. હું આજે મારા જીવનમાં અને મારા કરિયરમાં જ્યાં છું તેનાથી ઘણો ખુશ છું.