નવી દિલ્હીઃ ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન આ દિવસોમાં ક્રિકેટમાંથી બ્રેક લઈને આર્મીમા પોતાની સેવા આપી રહ્યો છે. આર્મીમાં હોવા છતાં ધોની રમતને પોતાથી દૂર રાખી શક્યો નથી. હાલમાં સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થી રહ્યો છે, જેમાં ધોની પેરા ટેરિટોરિયલ બટાલિયનની સાથે વોલીબોલ રમતો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ધોનીનું પોસ્ટિંગ દક્ષિણ કાશ્મીરમાં થયું છે. 


Friendship Day 2019: આ દિગ્ગજ ક્રિકેટરોની દોસ્તી છે દુનિયાભરમાં પ્રખ્યાત 

ઉલ્લેખનીય છે કે, ધોનીના ઉત્તરાધિકારી મનાતા રિષભ પંતને તેની ગેરહાજરીમાં ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે સ્થાન મળ્યું છે, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં તે શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો.