સેનાની ડ્યૂટી કરી રહ્યો છે MS Dhoni, 15 ઓગસ્ટે અહીં લહેરાવી શકે છે ધ્વજ
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સ્વતંત્રતા દિવસે લદ્ધાખના લેહમાં ધ્વજ લહેરાવી શકે છે. ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનું શીર્ષક પ્રાપ્ત કરનાર ધોની આ સમયે ટેરિટોરિયલ આર્મીની સાથે જમ્મુ કાશ્મીરમાં ડ્યૂટી પર છે
નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સ્વતંત્રતા દિવસે લદ્ધાખના લેહમાં ધ્વજ લહેરાવી શકે છે. ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનું શીર્ષક પ્રાપ્ત કરનાર ધોની આ સમયે ટેરિટોરિયલ આર્મીની સાથે જમ્મુ કાશ્મીરમાં ડ્યૂટી પર છે. ધોનીએ ટેરિટોરિયલ આર્મીમાં કામ કરવા માટે ક્રિકેટમાંથી બે મહિનાનો આરામ લીધો છે. તેમણે 30 જુલાઇના રોજ ડ્યૂટી સંભાળી હતી અને તે 15 ઓગસ્ટ સુધી તેમની બટાલિયનની સાથે લેહમાં રહશે.
આ પણ વાંચો:- દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી હાશિમ અમલાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ
સેનાના એક અધિકારીએ કહ્યું કે, ધોની ભારતીય સેનાના બ્રાન્ડ એમ્બેસડર છે. તેઓ તેમની યૂનિટના સભ્યોને પ્રેરિત કરવામાં લાગ્યા છે અને ઘણી વખત તેઓ સૈનિકોની સાથે ફૂટબોલ અને વોલીબોલ રમતા હોય છે. તેઓ 15 ઓગસ્ટ સુધી વેલીમાં રહશે. જો કે, અધિકારીએ તે નથી જણાવ્યું કે, ધોની 15 ઓગસ્ટના રોજ કઈ જગ્યા પર ધ્વજ લહેરાવશે.
આ પણ વાંચો:- INDvsWI 1st ODI : નંબર 4 પર ભારત કરશે અનોખો પ્રયોગ, જાણવા કરો ક્લિક
INDvsWI: વિંડીઝમાં 13 વર્ષ અને 8 સીરીઝથી અજય છે ભારત, આ વખતે બની શકે છે નવો રેકોર્ડ
વાયરલ ફોટોમાં દિગ્ગજ બેટ્સમેન ધોની એક નાના રૂમમાં ખૂર્શી પર બેસી તેના જૂતા પોલીશ કરતો જોવા મળી રહ્યો છે, જેને લઇને ફેન્સ તેમના પ્રિય ખેલાડીની પ્રશંસા કરી રહ્યાં છે.
જુઓ Live TV:-