લંડનઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડસમાં રમાયેલી ત્રણ વનડે મેચની શ્રેણીના બીજા વનડેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાના વનડે કેરિયરના 10 હજાર રન પુરા કર્યા. 10 હજારની ક્લબમાં સામેલ થનારો ધોની 12મી ક્રિકેટર છે. ખાસ વાત તે છે કે ધોની 50થી વધુની એવરેજ સાથે 10 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે. ધોનીએ આ કીર્તિમાન પોતાની 320મી મેચમાં બનાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવરેજના હિસાબે ધોનીએ સચિન અને પોન્ટિંગને પણ પછાડી દીધા છે. સચિનની એવરેજ 45 છે જ્યારે પોન્ટિંગે 42ની એવરેજથી રન બનાવ્યા છે. ધોની બાદ એવરેજમાં સૌથી ઉપર દક્ષિણ આફ્રિકાનો પૂર્વ બેટ્સમેન જેક કાલિસ છે જેણે 44ની એવરેજથી 10 હજાર રન બનાવ્યા છે. 


ક્લબમાં વિશ્વનો બીજો કીપર
10 હજાર રન બનાવનાર તે ભારતનો ચોથો ક્રિકેટર છે. શ્રીલંકાના કુમાર સાંગાકારા બાદ આ મુકામ સુધી પહોંચનાર બીજો વિકેટકીપર ચે. આ મુકામે ઝડપથી પહોંચનાર ભારતનો ચોથો અને વિશ્વનો 12મો ક્રિકેટર છે. ભારત તરફથી આ પહેલા સચિન (18426 રન), સૌરવ ગાંગુલી (11363) અને રાહુલ દ્રવિડે (10889)એ દસ હજાર કરતા વધુ રન બનાવ્યા છે. 


37 વર્ષીય ધોનીએ 10 હજાર રન પૂરા કરવા માટે 273 ઈનિંગ રમી. રિકી પોન્ટિંગે આ મુકામ સુધી પહોંચવા માટે 266, જેક્સ કાલિકે 272, સચિને 259 અને ગાંગુલીએ 263 ઈનિંગ રમી હતી. ધોની નંબર-6 પર બેટિંગ કરવા આવે છે. ધોની સિવાય આ મુકામ સુધી પહોંચનાર બાકીના બેટ્સમેન ઓપનિંગમાં આવે છે અથવા તો ત્રીજા કે ચોથા નંબર પર બેટિંગમાં આવતા હતા. તેવામાં કોઈપણ બેટ્સમેન માટે 6 અને 7 પર આવીને બેટિંગ કરવી અને 10 હજાર રન બનાવવા એક રેકોર્ડ છે. 


300 કેચ ઝડપનાર પ્રથમ ભારતીય કીપર
આ સિવાય ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન ધોની વનડેમાં 300 કેચ ઝડપનાર પ્રથમ ક્રિકેટર બન્યો. જેણે જોસ બટલરનો કેચ ઝડપીને આ કીર્તિમાન રચ્યો. ધોનીથી વધુ એડમ ગિલક્રિસ્ટ (417), માર્ક બાઉચર (402) અને કુમાર સાંગાકાર (383) કેચ ઝડપ્યા છે. 


મહત્વનું છે કે, ધોનીએ હાલમાં પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી બીજી ટી-20 મેચ તેના કેરિયરની 500મી આંતરરાષ્ટ્રીય મેચ હતી. ધોની સિવાય સચિન તેંડુલકર 664 અને દ્રવિડે 509 મેચ રમી છે.