નવી દિલ્હી: કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) સામે ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK)ની હાર બાદ એમસએ ધોની (MS Dhoni)ની દીકરી ઝીવા ધોની (Ziva Dhoni)ને રેપની ધમકી મળી હતી.


ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 2020માં 7 ઓક્ટોબરની રાતે અબુ ધાબીના મેદાનમાં KKRએ CSKને 10થી હરાવ્યું હતું. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી રાવત (Sakshi Rawat)ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની પુત્રી વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઇને ધોનીના ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ હાથરસની ઘટનાએ દેશને હચમચાવી દીધો છે. ત્યારે આ પ્રકારની હેરાન કરતી ઘટના સામે આવી રહી છે કે, આપણે એવા સમાજમાં જીવી રહ્યાં છીએ, જેમાં નૈતિકતાનું પતન થઈ રહ્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube