નવી દિલ્હીઃ કોરોના મહામારીએ વિશ્વમાં હડકંપ મચાવી રાખ્યો છે. આ વૈશ્વિક મહામારીમાં અત્યાર સુધી 24 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. ભારતમાં અત્યાર સુધી 17 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જીવલેણ કોરોના વાયરસ સામે લડવા માટે ખેલ જગતના ઘણા દિગ્ગજો ઉતરી આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે જ્યાં સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયા આપીને કોરોડા સામે લડાઈમાં પોતાની ભાગીદારી નોંધાવી તો ધોનીએ પુણે સ્થિત એક એનજીઓના માધ્યમથી 1 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. 


ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ દોનીની આર્થિક મદદને લઈને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર ખુબ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. એક ફેને લખ્યું- 800 કરોડ રૂપિયા કમાનાર ધોનીએ માત્ર એક લાખ રૂપિયાની મદદ કરી... આ દુખદ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર