IPL 2025: આઈપીએલ 2024 (IPL 2024)ની શરૂઆત થવામાં હવે ગણતરીના મહિના બાકી છે. નોંધનીય છે કે આઈપીએલ 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થવાની છે. આ વખતે હરાજીમાં કુલ 590 ખેલાડીઓ પર બોલી લાગવાની છે. જ્યારે 26 નવેમ્બરે તમામ 10 ટીમોએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો આઈપીએલ 2024માં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ સીઝનમાં રમતો જોવા મળશે. પરંતુ આઈપીએલ 2025માં ધોની નિવૃત્તિ લઈ શકે છે. પરંતુ તે પહેલા ચેન્નઈએ ધોનીને રિપ્લેસ કરવા માટે પોતાની તૈયારી પૂરી કરી લીધી છે. 


IPL 2025માં ધોની સંન્યાસ લઈ શકે છે
IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાનીમાં પાંચ વખત ખિતાબ જીતનાર મહેન્દ્ર સિંહ ધોની IPL 2024માં રમતા જોવા મળશે. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની IPL 2025 પહેલા સંન્યાસ લઈ શકે છે.


કારણ કે આઈપીએલ 2025 સુધી મહેન્દ્ર સિંહ ધોની લગભગ 43 વર્ષના થઈ જશે અને તેનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધોનીની આ છેલ્લી આઈપીએલ સીઝન છે, કારણ કે તે હવે આગામી સમયમાં રમતો જોવા મળશે નહીં. 


આ પણ વાંચોઃ ડિવોર્સી મહિલા સાથે લગ્ન કરનાર પાંચ ભારતીય સ્ટાર ક્રિકેટર


આ ખેલાડી બની શકે છે ધોનીનો ઉત્તરાધિકારી
આઈપીએલ 2025માં મેગા ઓક્શન થવાનું છે અને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મેગા ઓક્શનમાં બધા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આઈપીએલ 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ વિકેટકીપર રિષભ પંત પર પોતાનો દાવ લગાવી શકે છે.


કારણ કે મહેન્દ્ર સિંહ ધોનીનો ઉત્તરાધિકારી રિષભ પંતને માનવામાં આવી રહ્યો છે અને સીએસકે પંતને પોતાની ટીમમાં આઈપીએલ 2025માં સામેલ કરી શકે છે. રિષભ પંત ચેન્નઈ સુપર કિંગ્સની કમાન સંભાળી શકે છે. 


રિષભ પંતનું આઈપીએલ કરિયર
વાત રિષભ પંતના આઈપીએલ કરિયરની કરીએ તો તેણે દિલ્હી કેપિટલ્સ તરફથી આઈપીએલ 2016માં પર્દાપણ કર્યું હતું. રિષભ પંત ઈજાને કારણે આઈપીએલ 2023માં બહાર રહ્યો હતો. રિષભ પંત અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ માટે 98 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 147.97ની સ્ટ્રાઇક રેટથી 2838 રન બનાવ્યા છે. આઈપીએલમાં પંત અત્યાર સુધી એક સદી અને 15 અડધી સદી ફટકારી ચૂક્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર 128 રન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube