નવી દિલ્હી/જયપુર : પોતાના શાંત સ્વભાવને કારણે જાણીતા કેપ્ટન કુલ એમએસ ધોનીની આઇપીએલ-12 (IPL-12)ની મેચમાં અમ્પાયર સાથે લડાઈ થઈ હતી. ચેન્નાઈ (Chennai Super Kings)ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)એ ગુરુવારે થયેલી મેચ (CSKvsRR) દરમિયાન વિવાદ થતા એમ્પાયરના નિર્ણય સામે અસંમતિ દર્શાવી હતી. તે આ અસંમતિ દર્શાવવા માટે મેદાનની અંદર ઘુસી ગયો હતો. મેચ રેફરીએ ધોનીના આ વહેવારને આપત્તિજનક ગણાવીને દંડ ફટકારી દીધો જેના અંતર્ગત તેની મેચની 50 ટકા ફી કાપી લેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુવારે રાજસ્થાન રોયલ સામેની મેચમાં ધોની બહુ જ ગુસ્સામાં દેખાયો. રાજસ્થાન અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાઈ રહી હતી, જેમાં રોમાન્ચક સ્થિતિમાં “નો બોલ”નો વિવાદ સર્જાઈ ગયો. અમ્પાયરે નો બોલની સ્થિતિનો વિવાદ ત્યારે સર્જાયો જ્યારે અમ્પાયર ગાંધેએ નો બોલ આપ્યા પછી કહ્યું કે તેમણે નો બોલનો નિર્ણય નહોતો લીધો. આ પછી ધોની અમ્પાયર પાસે ગયો અને બોલાચાલી થઈ.


આ મામલામાં ધોનીએ આઈપીએલના કોડ ઓફ કન્ડક્ટ 2.20 હેઠળ લેવલ 2નો દોષી ઠેરવવામાં આવ્યો છે. ધોનીએ તેનો સ્વીકાર પણ કર્યો છે. આર્ટિકલ 2.20 હેઠળ “એવો વ્યવહાર જે રમતની ભાવનાની વિરુદ્ધમાં જતો હોય” છે.


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...