મેરેજ એનિવર્સરી પર MS Dhoni એ પત્ની સાક્ષીને આપી ખાસ ગિફ્ટ, સામે આવી તસવીર
એમએસ ધોની (MS Dhoni) અને સાક્ષી ધોની (Sakshi Dhoni) ના લગ્નને 11 વર્ષ થયા છે. સમયની સાથે આ સેલિબ્રિટી કપલનો સંબંધ વધુ મજબૂત થયો છે.
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની (MS Dhoni) આજે પોતાના લગ્નની 11મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. આ તકે તેણે પોતાની પત્ની સાક્ષીને એક શાનદાર ગિફ્ટ આપી છે. સાક્ષીને ગિફ્ટમાં શું મળ્યું છે, આ વાતની જાણકારી તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી આપી છે. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિન્ટેજ કારનો ફોટો લગાવ્યો છે, સાથે એનિવર્સરી ગિફ્ટ માટે ધોનીનો આભાર પણ માન્યો છે.
તેની આ પોસ્ટ પર ધોની અને સાક્ષીના ફેન્સ તેને શુભેચ્છા સંદેશ આપી રહ્યાં છે. સાક્ષીએ જે કારનો ફોટો શેર કર્યો છે, તે જોવામાં શાનદાર લાગી રહી છે. મહત્વનું છે કે ધોનીએ સાક્ષી સાથે 4 જુલાઈ 2010ના દેહરાદૂનમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી પણ છે, જેનું નામ ઝિવા છે. સાક્ષી હંમેશા સોશિયલ મીડિયા પર ઝિવા અને ધોનીના વીડિયો શેર કરતી રહે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube