ધોની ગ્લવ્સ વિવાદઃ ખેલ પ્રધાન બોલ્યા- `આ ભારતની સાખ સાથે જોડાયેલ મામલો, BCCI પોતાનો પક્ષ રાખે`
કિરન રિજિજૂએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, `બીસીસીઆઈ કે કોઈપણ રમત સંગઠન પર સરકાર હસ્તક્ષેપ કરતી નથી, તે પોતાની રીતે બોડી ચલાવે છે. વિશ્વકપમાં જે થયું તે ભારતની સાખ સાથે જોડાયેલી ઘટના છે.
નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને અનુભવી વિકેટકીપર-બેટ્સમેન એમએસ ધોની દ્વારા બલિદાન બેજવાળા ગ્લવ્સ પહેરવા પર આઈસીસી દ્વારા કરવામાં આવેલા વિરોધ પર બીસીસીઆઈ પોતાનો પક્ષ મજબૂતીથી રાખી રહ્યું છે, તો ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. રિજિજૂએ કહ્યું, આ ભારતની સાખ સાથે જોડાયેલો મામલો છે. બીસીસીઆઈ આ મામલામાં પોતાનો પક્ષ મજબૂતીથી રાખે.
કિરન રિજિજૂએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, 'બીસીસીઆઈ કે કોઈપણ રમત સંગઠન પર સરકાર હસ્તક્ષેપ કરતી નથી, તે પોતાની રીતે બોડી ચલાવે છે. વિશ્વકપમાં જે થયું તે ભારતની સાખ સાથે જોડાયેલી ઘટના છે. બીસીસીઆઈ પોતાની રીતે તેને જુઓ. આ ભારતની જનતાની ભાવના સાથે જોડાયેલો મામલો પણ છે, તેથી આ ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ પોતાનો પક્ષ રાખે. હું બીસીસીઆઈને કહેવા ઈચ્છું છું કે તે પોતાનું કામ જુઓ અને દેશની સાખ સાથે જોડાયેલી કોઈ વાત હોય તો સરકારને તેની જાણકારી આપે. ધોનીની એક ઓળખ છે. બીસીસીઆઈ તેની સાથે રહે. બીસીસીઆઈ પોતાનું સ્ટેન્ડ સારી રીતે રાખે. રાજકીય દ્રષ્ટિથી તેના પર કશું કહેવું નથી.'
ધોની ગ્લવ્સ વિવાદઃ PAK પ્રધાને કહ્યું- ધોની ઈંગ્લેન્ડ ક્રિકેટ રમવા ગયો છે, મહાભારત માટે નહીં
હકીકતમાં આ મુદ્દા પર પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને અપીલ કરતા કહ્યું કે, તે વિકેટકીપર એમએસ ધોનીના ગ્લવ્સ પર બનેલા સેનાના ચીન્હને મંજૂરી આપે.
શું છે મામલો
કેપ્ટન કૂલના મોજા પર જ્યારે કેમેરાની નજર પડી તો તેના પર આર્મીનો આ ખાસ બૈઝ લાગેલો હતો. ધોનીએ જ્યારે એન્ડિલે ફેહલુકવાયોને ચહલના બોલ પર સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે ફરી સેનાનો આ ખાસ લોગો પણ જોવા મળ્યો હતો. જ્યારે ધોનીના ગ્લબ્સ પર ખાસ ફોર્સના ખંજર વાળો લોગો કેમેરા પર છવાયો તો તેને ફેન્સમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોનીના ફેન્સે ધોનીની આ મોજાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું અને તેની ખુબ પ્રશંસા કરી હતી.
નહીં હટે ધોનીના ગ્લવ્સ પર બલિદાન બેજ! BCCIની ચીઠ્ઠી બાદ નરમ પડ્યું ICC
શું છે બલિદાન બેજ?
પેરાશૂટ રેજિમેન્ટના વિશેષ દળોની પાસે તેના અલગ બેજ હોય છે, જેને બલિદાનના રૂપમાં ઓળખવામાં આવે છે. આ બેજમાં બલિદાન શબ્દને દેવનાગરી લિપિમાં લખવામાં આવ્યો છે. આ બેજ ચાંદીની ધાતુથી બનેલો હોય છે, જેમાં ઉપરની તરફ પ્લાસ્ટિકનું લંબચોરસ હોય છે. આ બેજ માત્ર પેરા-કમાન્ડો દ્વારા પહેરવામાં આવે છે.