MS Dhoni એ 5 વર્ષ પહેલા કરી નાખી હતી Pakistanની જીતની ભવિષ્યવાણી, જુઓ Viral Video
વિરાટ આર્મીની આ હારથી ઈન્ડિયન ક્રિકેટ પ્રશંસકો ઘણા નારાજ દેખાઈ રહ્યા છે, પરંતુ એમએસ ઘોની (MS Dhoni)એ તેની ભવિષ્યવાણી 5 વર્ષ પહેલા જ કરી નાંખી હતી, જેનો હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે.
નવી દિલ્હી: ICC ટી20 World Cup 2021માં ટીમ ઈન્ડિયા (Team India)ને પાકિસ્તાન (Pakistan)વિરુદ્ધ 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટ આર્મીની આ હારથી ઈન્ડિયન ક્રિકેટ પ્રશંસકો ઘણા નારાજ દેખાઈ રહ્યા છે, પરંતુ એમએસ ઘોની (MS Dhoni)એ તેની ભવિષ્યવાણી 5 વર્ષ પહેલા જ કરી નાંખી હતી, જેનો હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે.
એક તરફી સાબિત થઈ મેચ
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Dubai International Stadium)માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)ની મેચ એક તરફી સાબિત થઈ, વિરાટ કોહલી સિવાય કોઈ પણ ઈન્ડિયન ક્રિકેટરની શાન ચાલી નહોતી અને પાકિસ્તાન ટીમે બાજી મારી લીધી હતી.
મેચમાં ચાલ્યું કોહલીનું બેટ
ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ શાનદાર ઈનિંગ રમતા 49 બોલમાં 57રન બનાવ્યા હતા, જ્યારે ઋષભ પંત (Rishabh Pant)એ 30 બોલમાં 39 રન બનાવ્યા હતા.
ભારતની શરમજનક હાર
પાકિસ્તાની ઓપનર્સે લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય બોલર્સનો પરસેવો છોડાવી દીધો હતો. મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) એ 55 બોલમાં 79 અને બાબર આઝમ (Babar Azam)એ 52 બોલમાં 68 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી કારમી હાર આપી હતી.
હાર પછી ધોનીનો વીડિયો વાયરલ
પાકિસ્તાન વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની શરમજનક હાર પછી હાલના મેંટર અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)નો જૂનો વીડિયોમાં એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે જે તેમણે વર્ષ 2016માં આપ્યું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube