નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ડીયન પ્રીમિયર લીગ 2022 ના આગાઝથી પહેલાં ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી દીધી છે. તેમની જગ્યાએ ઓલરાઉન્ડર રવિંદ્ર જાડેજાને ચેન્નઇનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સે પોતાની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા તેની જાણકારી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેન્દ્રસિંહ ધોની ખેલાડી તરીકે ટીમની સાથે જોડાશે. તમને જણાવી દઇએ કે આઇપીએલ 2022 ના મેગા ઓક્શન પહેલાં રવિન્દ્ર જાડેજા ચેન્નઇ દ્વારા રિટેન કરેલા સૌથી મોંઘા ખેલાડી હતા. તેમને ચેન્નઇએ 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા. જ્યારે એમએસ ધોનીને ટીમે 12 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. 


ચેન્નઈ સુપર કિંગ્સ
રિટેઇનઃ એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, સેમ કરન, ડ્વેન બ્રાવો, જોશ હેઝલવુડ, લુંગી એન્ગિડી, અંબાતી રાયડૂ, કર્ણ શર્મા, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, રુતુરાજ ગાયકવાડ, એન જગાદીશન, ઇમરાન તાહીર, દીપક ચાહર, કેએમ આસિફ, આર સાંઈ કિશોર. 


આજે ખરીદેલા ખેલાડીઃ મોઇન અલી, કૃષ્ણપ્પા ગૌતમ, ચેતેશ્વર પુજારા, એમ હરિશંકર રેડ્ડી, કે ભગથ વર્મા, સી હરિ નિશાંત.