લંડનઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને લિમિટેડ ઓવરના ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઇ રહેલી બીજી વનડે દરમિયાન એક મોટી સિદ્ધિ મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે આ મેચમાં ધોનીએ વનડે ઈન્ટરનેશનલમાં વિકેટ પાછળ પોતાના 300 કેચ પૂરા કર્યા છે. વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર એડમ ગિલક્રિસ્ટ (417), માર્ક બાઉચર (402) અને કુમાર સાંગાકારા (383) એજ 300થી વધુ કેચ ઝડપ્યા છે. 


વનડેમાં કેચની ત્રેવડી સદી પૂરી કરનાર ધોની વિશ્વનો ચોથો વિકેટકીપર બની ગયો છે. આ પહેલા ગિલક્રિસ્ટ, બાઉચર અને સાંગાકારાએ આ સિદ્ધિ મેળવી છે. 


ધોનીએ આ સિદ્ધિ ઈંગ્લેન્ડની ઈનિંગની 37મી ઓવરમાં ઉમેશ યાદવના બોલ પર જોસ બટલરનો કેચ ઝડપીને હાસિલ કરી હતી. 


વનડેમાં વિકેટ પાછળ સૌથી વધુ કેચ
1. એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા) - 417


2. માર્ક બાઉચર (સાઉથ આફ્રિકા) - 402


3. કુમાર સાંગાકારા (શ્રીલંકા) - 383


4. મહેન્દ્ર સિંહ ધોની (ભારત) - 300


આ સિવાય ધોનીએ વનડેમાં સર્વાધિક 107 સ્ટંપ પણ કર્યા છે આ રીતે તેના નામે 407 શિકાર નોંધાયેલા છે. વિકેટકીપિંગમાં ધોનીએ અત્યાર સુધી 300 કેચ અને 107 સ્ટંપ કર્યા છે. 


દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચર (424), ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ (472) અને શ્રીલંકાના કુમાર સાંગાકારા (482)એ તેનાથી વધુ શિકાર કર્યા છે.