નવી દિલ્હી: આઈપીએલની 15મી સીઝન હવે અંતિમ તબક્કામાં છે અને અમદાવાદમાં તેની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ચાર વખત ચેમ્પિયન બનેલી ચેન્નાઈ સુપર કિંગની ખુબ જ ખરાબ હાલતમાં લીગ મેચમાંથી બહાર થઈ છે. ચેન્નાઈની ટીમ પ્લેઓફ રાઉન્ડમાં પણ પ્રવેશ કરી શકી નહોતી. એવામાં ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના ઘરે પાછા ફરતા ફરી અહેવાલોમાં છવાયા છે. સોશિયલ મીડિયા પર એક તસવીર હાલ ચારેબાજુ ચર્ચાનો વિષય બની છે. જેમાં ધોની જેવો દેખાતો શખ્સ  પંચાયતી ચૂંટણીમાં ડ્યૂટી કરી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે ઝારખંડમાં તાજેતરમાં પંચાયત ચૂંટણી ચાલી રહી છે. તેવા સમયે અહીં ડ્યૂટી કરી રહેલા એક વ્યક્તિને લોકો મહેન્દ્ર સિંહ ધોની સમજવા લાગ્યા છે. કારણ કે તેનો ચહેરો પણ ધોની સાથે મળતો આવે છે. આ શખ્સનું નામ વિવેક કુમાર છે, જે સીસીએલમાં સહાયક પ્રબંધકના પદ પર તૈનાત છે.


આ વિશે મળતી માહિતી પ્રમાણે વિવેક કુમાર હાલ રાંચીમાં પંચાયત ચૂંટણીના ત્રીજા ચરણમાં ડ્યૂટી પર કામે લાગેલા હતા. એમએસ ધોનીની જેમ જ દેખાતા વિવેક કુમારને મળવા માટે લોકો જમાવડો કરી રહ્યા છે અને સાથે એક ફોટો પણ પડાવી રહ્યા છે. વિવેક કુમારની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. જો અસલી મહેન્દ્રસિંહ ધોનીની વાત કરીએ તો આઈપીએલ 2022ની શરૂઆતમાં ધોનીએ ચેન્નાઈ સુપર કિંગની કેપ્ટનશિપ છોડી દીધી હતી. અને રવિન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ અધવચ્ચે જ જાડેજાએ કેપ્ટનશિપ છોડતા ફરી ધોનીને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ આ સીઝનમાં પોઈન્ટા ટેબલમાં નવમાં નંબરે રહી હતી. જોકે, મહેન્દ્રસિંહ ધોનીના ફેન્સ માટે સારા સમાચાર એ છે કે તેઓ આગામી સીઝનની આઈપીએલમાં પણ જોવા મળશે. ધોનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આઈપીએલ 2023માં પણ નજરે પડશે, તેઓ પોતાની છેલ્લી મેચ ચેન્નાઈમાં જ રમવા માંગે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube