શું IPL માંથી નિવૃતિ લેશે ધાકડ MS Dhoni? આ તારીખે કરશે મોટી જાહેરાત
MS Dhoni IPL 2023: ધોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, `હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગે લાઇવ આવીને આ જાણકારી આપીશ. આશા રાખું છું, તમે બધા ત્યાં હશો. `આ પોસ્ટથી 41 વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીના IPL માંથી સંન્યાસ લેવાના સમાચારો ફેલાઇ રહ્યા છે.