નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ (ICC Cricket World Cup 2019) પૂર્વ ભારતીય કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન એમએસ ધોની દ્વારા બલિદાન બેજવાળા ગ્લવ્સ પહેરવા પર પાકિસ્તાને પણ વિરોધ કર્યો છે. ઇમરાન ખાન સરકારમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન ચૌધરી ફવાદ હુસૈને આ મુદ્દા પર ભારતીય મીડિયા દ્વારા કરવામાં આવી રહેલા કવરેજ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ધોની ઈંગ્લેન્ડમાં ક્રિકેટ રમવા ગયો છે, ન મહાભારત કરવા. પરંતુ તેના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા યૂઝરો તેને ટ્રોલ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હુસૈને ટ્વીટ કરી કહ્યું, 'ધોની ઈંગ્લેન્ડમાં ક્રિકેટ રમવા ગયો છે, ન મહાભારત માટે. ભારતીય મીડિયામાં મૂર્ખતાપૂર્ણ ચર્ચા ચાલી રહી છે. ભારતીય મીડિયાનો એક વર્ગ યુદ્ધથી એટલો પ્રભાવિત છે કે તેને સીરિયા, અફગાનિસ્તાન કે રવાન્ડા મોકલી દેવા જોઈએ.'



ફવાદ ચૌધરીના આ ટ્વીટ પર એક યૂઝર અને વરિષ્ઠ પત્રકાર પ્રમોદ કુમાર સિંહે લખ્યું, તમારી ટીમ ગ્રાઉન્ડ પર નમાજ અદા કરે છે. આઈસીસી નિયમાવલી અનુસાર, ધાર્મિક પ્રથાથી સંબંધિત કોઈપણ વસ્તુની મંજૂરી નથી. ધોનીએ પોતાના ગ્લવ્સમાં બલિદાન બેજ પહેર્યો હતો. ધોની ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનેન્ટ કર્નલ છે. આ શું બકવાસ છે ફવાદ શ્રી ચૌધરી? શાંત થઈ જાઓ. 



એક અન્ય યૂઝર નિલેશ નાગરે તસ્વીરની સાથે ટ્વીટ કરી લખ્યું, પાકિસ્તાની ટીમે મોહાલીમાં ગ્રાઉન્ડ પર નમાજ અદા કરી હતી.