નવી દિલ્હી: ચેન્નઇ સુપરકિંગ્સ (Chennai Super Kings) ની ટીમ આઇપીએલ 2021  (IPL 2021) માં ધમાલ મચાવવા માટે તૈયાર છે. એમએસ ધોની (MS Dhoni) ની ટીમ પણ ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતની આ મેગા ટી-20 લીગ પહેલાં માહીને પોતાના ફેન્સને પોતાની ઝલક બતાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CSK ની નવી જર્સી લોન્ચ
ચેનઇ સુપરકિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) આઇપીએલ 2021 (IPL 2021) માટે નવી જર્સી (Jersey) લોન્ચ કરી દીધું છે. સીએસકે (CSK) એ પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે જેમાં માહી તમિલ (Tamil) ભાષામાં બોલતાં જોવા મળી રહ્યા છે. 



ઇન્ડીયન આર્મીને આપ્યું સન્માન
સીએસકે (CSK) ની આ નવી જર્સી (Jersey) માં ઇન્ડીયન આર્મી (Indian Army) ને સન્માન આપતાં તેનો 'કૈમોફ્લોઝ' પણ નાખવામાં આવ્યો છે. જર્સીમાં ફ્રેંચાઇઝીના લોગો ઉપર 3 સ્ટાર છે, જે વર્ષ 2010, 2011 અને 2018 માં મળેલા ખિતાબની જીતની સાક્ષી રહી છે. આર્મીને સન્માન આપવા માટે ક્રિકેટ ફેન્સ આ ફ્રેંચાઇઝીની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.