નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને પસંદગીકાર મોહિન્દર અમરનાથને લાગે છે કે મહેન્દ્ર સિંહ ધોની અને અન્ય સીનિયર ખેલાડીઓએ રાષ્ટ્રીય ટીમમાં પસંદગી માટે યોગ્ય બનવા ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું જોઈએ. હાલમાં ટી20 ટીમમાંથી બહાર કરાયેલ અને ઘણા સમયથી ટેસ્ટમાંથી નિવૃતી બાદ ધોની માત્ર વનડે ક્રિકેટ રમે છે. સમય હોવા છતા આ પૂર્વ કેપ્ટને આ વર્ષે 50 ઓવરની ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી ન રમ્યો અને કોઈપણ અભ્યાસ મેચ વિના આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચની વનડે સિરીઝ રમવા જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરનાથે કહ્યું, દરેક વ્યક્તિ અલગ હોય છે પરંતુ મારો હંમેશા એક વસ્તુ પર વિશ્વાસ રહ્યો છે કે, તમે ભારત માટે રમવા ઈચ્છો છો તો તમારે રાજ્ય માટે પણ રમવું જોઈએ. મને લાગે છે કે, તેણે (બીસીસીઆઈ)એ પોતાની આ નીતિને પૂર્ણ રીતે બદલી દેવી જોઈએ. ઘણા સીનિયર ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા નથી. 


મહાન ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે હાલમાં આ સૂચન આપ્યું હતું. શિખર ધવન અને એક અન્ય ખેલાડી છે જે ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ રણજી ટ્રોફીમાં રમતા નથી. ભારતની 1983 વિશ્વ કપ વિજેતા ટીમના નાયકે કહ્યું, બીસીસીઆઈએ તેને યોગ્યતાનો માપદંડ બનાવી દેવો જોઈએ. તેમાં માત્ર થોડા મેચ નહીં પરંતુ જો તમે ભારત તરફથી રમતા નથી તો તમારે રાજ્ય માટે નિયમિત રૂપથી રમવું જોઈએ. 


હોકી વિશ્વ કપઃ ઈંગ્લેન્ડે અસપેટ સર્જયો, આર્જેન્ટીનાને હરાવી સેમિફાઇનલમાં બનાવી જગ્યા 


તેમણે કહ્યું- આવુ માત્ર ભારતીય ટીમની પસંદગી પહેલા ન હોવું જોઈએ. ત્યારબાદ જ તમે ઓળખી શકો કે, ખેલાડી કેટલું સારૂ રમી રહ્યો છે. તમે જે પણ મેળવ્યું છે, તે વાત ભૂતકાળ થઈ ગઈ છે. તમારૂ હાલનું ફોર્મ મહત્વનું છે. તેમણે કહ્યું, જો તમે માત્ર એક ફોર્મેટમાં રમી રહ્યા છો તો તમારે પસંદગીને ધ્યાનમાં રાખીને ડોમેસ્ટિક ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવું જોઈએ.