ચેન્નઈઃ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ટોસ કરવા માટે સુરેશ રૈના ઉતર્યો હતો. આ મેચમાં એમએસ ધોની ટીમમાંથી બહાર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 12 સિઝનમાં આ માત્ર ચોથી વખત છે, જ્યારે ધોનીએ કોઈ મેચ મિસ કર્યો છે. આઈપીએલમાં ધોની નવ વર્ષ બાદ કોઈ મેચ રમી રહ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ધોનીને આરામ આપવામાં આવ્યો છે અને રૈના કમાન સંભાળી રહ્યો છે. ધોની આઈપીએલમાં 183 મેચ રમી ચુક્યો છે અને સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં તે સુરેશ રૈના (185*) બાદ બીજા સ્થાન પર છે. 


આ પહેલા જે ત્રણ મેચોમાં ધોની નથી રમ્યો તેમાંથી બેમાં ચેન્નઈએ હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા ધોનીએ 2010માં ત્રણ મેચ મિસ કર્યા હતા. ધોની 19 માર્ચ 2010માં દિલ્હી ડેયરડેવિલ્સ વિરુદ્ધ ન રમ્યો. આ મેચમાં ચેન્નઈનો પાંચ વિકેટે વિજય થયો હતો. 


ત્યારબાદ ધોની વિના 21 અને 23 માર્ચ 2010ના ચેન્નઈની ટીમ ક્રમશઃ કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ ઉતરી હતી. આ બંન્ને મેચોમાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. 



પાઘડી બાંધી બોલ્યો વિરાટ કોહલી, 'સત શ્રી અકાલ'


વર્ષ 2008-2015 સુધી ધોની ચેન્નઈ સુપર કિંગ્સમાં રહ્યો. આ દરમિયાન તેણે મેચ મિસ કર્યાં હતા. વર્ષ 2016 અને 2017માં ધોની જ્યારે ચેન્નઈ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો તો ધોની રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સની ટીમમાં હતો. આ દરમિયાન તેણે કુલ 30 મેચ રમી અને એકપણ મિસ ન કરી હતી.