મુંબઈઃ ફરી એકવાર ધોનીએ સાબિત કર્યું કે, ક્રિકેટની દુનિયામાં તેનાથી બેસ્ટ ફિનિશર બીજું કોઈ નથી. CSK સામેની આઈપીએલની મેચ છેલ્લી ઓવરોમાં ધોનીની ધુઆંધાર બેટિંગને કારણે મુંબઈ ઈંડિયન્સની જીતની આશા પર ફરી વળ્યું પાણી. આ દરમિયાન એક એવો પ્રસંગ બન્યો જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો ફરી ફરીને આ વીડિયો જોઈ રહ્યાં છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ ચોગ્ગા કરતા વધારે છગ્ગા ફટકારનારો આ ખુંખાર ખેલાડી હવે નહીં દેખાય મેદાનમાં, ભાવુક થયા ચાહકો
 


જી હાં, અંતિમ ઓવરોમાં ધોનીએ ફરી કમાલ કર્યો અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં. જે રીતે માહી મારી રહ્યો હતો એ જોઈને દર્શકોની સાથે સાથે સીએસકેના કેપ્ટન અને મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલાં કોમેન્ટેટર સૌ કોઈ ધોનીના જબરા ફેન થઈ ગયાં. ધોનીની બેટિંગ જોઈ કોમેન્ટેટરે કહ્યું- શેર બુઢ્ઢા હુઆ હૈ મગર શિકાર કરના નહીં ભૂલા હૈ...તો CSK ના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ તો જઈને બધાની સામે મેદાન પર જઈને ધોનીને પગે લાગીને કર્યું ગુરુ આપ તો આપ હૈ સબકે બાપ હૈ....! જુઓ આ વીડિયો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


 


PM મોદીની મુલાકાત પહેલાં જ જમ્મુમાં આતંકી હુમલો, CISFની બસને ટાર્ગેટ બનાવી મોટા હુમલાનો હતો પ્લાન

મુંબઈ તરફથી CSKને 156 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમે છેલ્લા બોલે ચેઝ કરી લીધો હતો. CSKને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી, જેમાં ધોનીએ છેલ્લા 4 બોલમાં 16 રન કરીને ચેન્નઈને મેચ જિતાડી દીધી હતી. તેણે 13 બોલમાં અણનમ 28 રન કર્યા હતા. આ દરમિયાન કોમેન્ટેટરે પણ કહ્યું કે શેર બુઢ્ઢા હુઆ હૈ મગર શિકાર કરના નહીં ભૂલા હૈ તો બીજી બાજુ સર જાડેજા તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યાં. એટલું જ નહીં સીએસકેના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ મુંબઈ ઈંડિયન્સની ટીમ અને હજારો દર્શકોની સામે જ ધોનીને પગે લાગ્યો. અત્યારે સોશિયલ મીડિયામાં ધોનીને પગે લાગતો વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. આની સાથે જ ચેન્નઈની ટીમે ફરીથી વિનિંગ ટ્રેકમાં સ્થાન મેળવ્યું છે.

છેલ્લી ઓવરનો રોમાંચ એવો હતો કે, દર્શકો, ખેલાડીઓ અને કોમેન્ટ્રી કરી રહેલાં કોમેન્ટેટર્સ સૌ કોઈ અવાક રહી ગયાં હતાં. ધોની જ્યારે ટીમ ઈન્ડિયામાં નવો નવો આવ્યો ત્યારે તેની બેટિંગમાં જે ધાર હતી, જે જોશ હતો આજે પણ એવો જ ધોની ખેલ પ્રેમીઓને જોવા મળ્યો. ચેન્નઈને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી. આ દરમિયાન એમએસ ધોની અને ડ્વેન પ્રિટોરિયસ ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે આ ઓવર મુંબઈનો જયદેવ ઉનટકટ કરી રહ્યો હતો.


માહી માર રહા હૈ....
19.1: ઓવરના પહેલા જ બોલ પર, ઉનડકટ પ્રિટોરિયસને LBW આઉટ કર્યો. મુંબઈને આ વિકેટ DRS પર મળી હતી. હવે ડ્વેન બ્રાવો બેટિંગ કરવા આવ્યો છે.
19.2: બ્રાવોએ બીજા બોલ પર સિંગલ લીધો અને ધોનીને સ્ટ્રાઈક મળી.
19.3: ત્રીજા બોલ પર, ધોનીએ સાઇટ સ્ક્રીનની દિશામાં અદ્ભુત સિક્સર ફટકારી.
19.4: ચોથા બોલ પર, એમએસ ધોનીએ શોર્ટ ફાઈન લેગ પર ચોગ્ગો ફટકાર્યો.
19.5: 5માં બોલ પર, ધોનીએ ક્વિક ડબલ રન લઈ લીધા હતા. હવે ચેન્નઈને 1 બોલમાં 4 રનની જરૂર હતી.
19.6: છેલ્લા બોલ પર, ધોનીએ ડીપ સ્ક્વેર લેગ પર ચોગ્ગો ફટકારીને CSKને મેચ જિતાડી દીધી હતી.


મહેન્દ્ર સિંહ ધોનીએ 13 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારી કુલ 28 રન કર્યા હતા. આ દરમિયાન તેણે છેલ્લા બોલ સુધી ક્રીઝ પર બેટિંગ કરી ચેન્નઈને રોમાંચક મેચમાં જિતાડી દીધી હતી. આની સાથે જ ચેન્નઈની 7 મેચમાં આ બીજી જીત છે. જ્યારે ટીમને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અત્યારે પોઈન્ટ ટેબલમાં CSK 4 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. આની સાથે જ મુંબઈની આ સતત 7મી હાર છે. આ સિઝનમાં MIની ટીમ અત્યારસુધી એક પણ મેચ જીતી શકી નથી. મુંબઈ ઈન્ડિયન્સે જો પ્લેઓફ રમવાની રેસમાં રહેવું હોય તો બાકીની સાત મેચ જીતવી જ પડશે.