નવી દિલ્લીઃ ઝારખંડમાં એક તરફ જ્યાં ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે. ત્યાં વીજળીના સંકટના કારણે લોકો હેરાન થઈ ગયા છે. તેવામાં હવે વીજ સંકટને લઈને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ સવાલ ઉઠાવ્યો છે. પાણીની તકલીફ માટે થઈને તેઓએ ટ્વીટ કરીનેજ જણાવ્યું કે બસ એ જાણવા ઈચ્છીએ છીએ કે ઝારખંડમાં આટલા વર્ષોથી વીજ સંકટ કેમ છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકો છે હેરાનઃ
ઝારખંડમાં લોકો વીજ સંકટના કારણે હેરાન થઈ ગયા છે. આ અંગે હવે સાક્ષી ધોનીએ પણ સવાલ ઉભો કર્યો છે. તેઓએ ટ્વીટમાં સ્પષ્ટ લખ્યું છે કે ઝારખંડમાં કરદાતાના રૂપમાં બસ એટલુ જાણવા ઈચ્છુ છું કે અહીં આટલા વર્ષોથી વીજ સંકટ કેમ છે. અમે જાણી જોઈને ખાતરી કરી રહ્યાં છે કે અમે વીજળીની બચત કરી.


એક વર્ષ પહેલાં કર્યુ હતુ ટ્વીટઃ
આપને જણાવી દઈએ કે સાક્ષી ધોનીનું અંતિમ ટ્વીટ ગત વર્ષે હતું. રાજ્યના લોકો સતત લોડ શેડિંગથી પરેશાન છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. હીટવેવે પશ્ચિમ સિંહભૂમ, કોડરમા અને ગિરિડીહ જિલ્લાને ચપેટમાં લીધો છે. 28 એપ્રિલ સુધી રાંચી, બોકારો, પૂર્વી સિંહભૂમ, ગઢવા, પલામૂ અને ચતરામાં લૂની આશંકા છે.


5થી 7 કલાક વીજકાપઃ
ઝારખંડના શહેરી વિસ્તારમાં લગભગ 5 કલાક અને ગ્રામ્ય વિસ્તારમાં 7 કલાકથી પણ વધારે વીજકાપ છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. સ્થાનિકો બળબળતી ગરમીમાં વગર વીજ કનેક્શને રહેવા મજબૂર છે.