IPL 2019: એમએસ ધોનીએ પહેલા પિતા અને હવે પુત્રનો કર્યો `શિકાર`
ધોની પ્રથમ વખત રિયાનને તે સમયે મળ્યો હતો, ત્યારે રિયાન ત્રણ વર્ષનો હતો. સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં વિકેટકીપર ધોની રિયાનની સાથે દેખાઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનમાં 11 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા મેચમાંથી એક અલગ જાણકારી સામે આવી છે. ચેન્નઈના કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ તે મેચમાં આઈપીએલમાં પર્દાપણ કરી રહેલા રાજસ્થાન રોયલ્સના 17 વર્ષના યુવા બેટ્સમેન રિયાન પરાગને વિકેટની પાછળ કેચ આઉટ કર્યો હતો. ચેન્નઈએ તે મેચમાં 4 વિકેટથી વિજય મેળવ્યો હતો.
આ મેચથી તે જાણકારી સામે નિકળીને આવી છે ધોની પ્રથમ વખત રિયાનને તે સમયે મળ્યા હતા, ત્યારે રિયાન ત્રણ વર્ષનો હતો. સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં વિકેટકીપર ધોની રિયાનની સાથે દેખાઈ રહ્યો છે. હવે અચાનક એવી જાણકારી નિકળીને સામે આવી છે, જેમાં તે કહેવામાં આવી રહ્યું છે કે, ધોનીએ ન માત્ર રાજસ્થાન વાળા મેચમાં રિયાનને આઉટ કર્યો છે, પરંતુ તેણે લગભગ 19 વર્ષ પહેલા રિયાનના પિતા પરાગ દાસને પણ એક ડોમેસ્ટિક મેચમાં સ્ટમ્પ આઉટ કર્યો હતો.
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર