નવી દિલ્હીઃ ક્યારેક ક્રિકેટના મેદાન પર ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સીથી તમામના દિલમાં થવાયેલ ધોની હવે નવા લુકમાં જોવા મળી રહ્યો છે. હાલમાં ધોની જમ્મૂ અને કાશ્મીરમાં સેનામાં પોતાની ટ્રેનિંગ દરમિયાન ફોજની વર્દીમાં અને તે રવિવારે એક અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. જયપુર પહોંચેલ ધોની અહીં મિલેટ્રી રંગના ટીશર્ટ, બ્લેક પેન્ટ અને માથા પર સ્લેમ બાંધીને જોવા મળ્યો હતો. જયપુર એરપોર્ટ પર પહોંચ્યો ધોની પર ફેન્સની નજર પડી તો ફેન્સે તેને ઘેરી લીધો હતો. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે ફેન્સ તેની સાથે વાત કરવા ઇચ્છતા હતા. પરંતુ ધોનીએ પોતાના જાણીતા હસ્તા અંદાજમાં તેની પાસે રસ્તો માગ્યો હતો. આ વચ્ચે ધોનીને સુરક્ષાગાર્ડે ઘેર્યો હતો અને ભીડથી તેની રક્ષામાં તે તૈયાર હતા. પરંતુ ધોનીનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો અને ફેન્સ વચ્ચે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક રિપોર્ટ મીડિયાનું માનીએ તો ધોની જયપુરમાં કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અહીં પહોંચ્યો હતો. 



મહત્વનું છે કે વિશ્વ કપ બાદ ક્રિકેટથી દૂર છે. ટેસ્ટમાંથી નિવૃતી લઈ ચુકેલ ધોની હજુ નિર્ધારિત ઓવર માટે ટીમ ઈન્ડિયા માટે હજુ રમે છે. પરંતુ તે વિશ્વકપ બાદ બે મહિના માટે બ્રેક પર છે અને આ દરમિયાન તેણે 31 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી પોતાની ટેરિટોરિયલ આર્મી યૂનિટની સાથે જમ્મૂ-કાશ્મીરમાં પોતાની બે સપ્તાહની ટ્રેનિંગ પૂરી કરી હતી. ધોનીને સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલની માનદ ઉપાધિ મળી છે.