નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (ms dhoni) ઈંગ્લેન્ડમાં રમાયેલા વિશ્વકપ (Wolrd Cup 2019) બાદ ક્રિકેટથી દૂર છે. એક તરફ તેના ફેન્સ કમબેકની રાહ જોઈ રહ્યાં છે તો બીજીતરફ હંમેશા તેની નિવૃતીની ખબર આવતી રહી છે. લેટેસ્ટ તસવીરની વાત કરીએ તો તે સાથી ખેલાડી કેદાર જાધવ (kedar jadhav) અને પૂર્વ સાથી ખેલાડી આરપી સિંહની (RP Shin) સાથે ગોલ્ફ રમતો જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાનની તસવીરને કેદાર જાધવે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આરપીએ તસવીરને રીટ્વીટ કરતા લખ્યું- જૂના સાથીઓની સાથે દિવસ પસાર કરવો રમતતી પણ વધુ શાનદાર રહ્યું. આ પહેલા એમએસ ઘરેલૂ રાંચી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ક્રિકેટમાં વાપસીની તૈયારી કરી રહ્યો છે. 


[[{"fid":"241498","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ઉલ્લેખનીય છે કે ક્રિકેટથી બ્રેક દરમિયાન ધોનીએ સેનામાં ડ્યૂટી કરી હતી. આ સિવાય તે ટેનિસ ટૂર્નામેન્ટમાં પણ ભાગ લેતો જોવા મળ્યો હતો. વિશ્વકપની સેમિફાઇનલમાં ભારતનો ન્યૂઝીલેન્ડના હાથે પરાજય થયો અને ટીમ ઈન્ડિયાનું ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું હતું. 


સૈયદ મુશ્તાક અલીઃ પૃથ્વી શોની ધમાકેદાર વાપસી, ફટકારી તોફાની અડધી સદી


આ હાર બાદ ધોનીએ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદથી ભારતે વેસ્ટ ઈન્ડિઝ, આફ્રિકા અને બાંગ્લાદેશની સાથે સિરીઝ રમી, પરંતુ ધોની ટીમથી બહાર રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube