માનચેસ્ટરઃ ભારતના વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીએ રવિવારે પોતાના નામે વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે. ભારત માટે સૌથી વધુ એકદિવસીય મેચ રમવાના મામલામાં તે રાહુલ દ્રવિડથી આગળ નિકળી ગયો છે. આ ભારત માટે તેની 341મી વનડે હતી. રવિવારે (16 જૂન) પાકિસ્તાન વિરુદ્ધ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં તેણે દ્રવિડને પાછળ છોડ્યો હતો. તે હવે માત્ર સચિન તેંડુલકરથી પાછળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ધોનીની ભારતીય જર્સીમાં 341મી વનડે હતી દ્રવિડે 340 વનડે મેચ રમી હતી. સચિન આ યાદીમાં ટોપ પર છે, તેણે 463 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મુકાબલામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 


કુલ મળીને જોઈએ તો આ ધોનીની 344મી વનડે આંતરરાષ્ટ્રીય મેચ હતી. તે આ યાદીમાં વિશ્વકપમાં દ્રવિડની સાથે સંયુક્ત રૂપથી 10માં ક્રમ પર છે. ભારત માટે રમવાની સાથે ધોનીએ ત્રણ મેચ એશિયા ઇલેવન માટે રમી છે. 


ભારત માટે સૌથી વધુ વનડે મેચ રમનાર ખેલાડીઓમાં ચોથા સ્થાને મોહમ્મદ અઝહરુદ્દીન ચોથા સ્થાને છે. તેમણે ભારત માટે 334 વનડે મેચ રમી છે. તો પૂર્વ કેપ્ટન ગાંગુલીએ 308 વનડે મેચ રમી છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાલ લેનારા યુવરાજ સિંહે 301 વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 


ભારત માટે સૌથી વધુ વનડે મેચ રમનાર ખેલાડી


ખેલાડી કુલ વનડે ભારત એશિયા ઇલેવન ICC XI
સચિન તેંડુલકર 463 463 - -
એમએસ ધોની 344* 341 3 -
રાહુલ દ્રવિડ 344 340 1 3
અઝહરુદ્દીન 334 334 - -
સૌરવ ગાંગુલી 311 308 3