દુબઈઃ ધોની વિકેટની પાછળ પોતાની ચુસ્તી-ફુર્તી માટે જાણીતો છે. તેનો નજારો ફરી એકવાર ભારત-અફગાનિસ્તાન વચ્ચે મંગળવારે રમાયેલી એશિયા કપના સુપરફોર મુકાબલામાં જોવા મળ્યો હતો. ધોનીએ અફગાનિસ્તાનના બેટ્સમેન જાવેદ અહમદીને સ્ટંપ કરીને પેવેલિયન રવાના કર્યો હતો. આ એટલા ઓછા સમયમાં થયું કે જાવેદને જ્યારે ખબર પડી તો ધોની બેલ્સ ઉડાવી દીધા હતા. અહમદી 30 બોલમાં માત્ર 5 રન બનાવી શક્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12.4 ઓવરમાં ધોનીએ કર્યો કમાલ
આ ઘટના 12.4મી ઓવરની છે. બોલર રવીન્દ્ર જાડેજાની સામે જાવેદ અહમદી બોલની લાઇન મિસ કરી ગયો પરંતુ ધોનીએ કોઈ ભૂલ ન કરી. ધોનીએ વીજળીની ગતીએ માત્ર 0.12 સેકન્ડમાં બેલ્સ ઉડાવી દીધા. જાવેદ શરૂઆતથી સંઘર્ષ કરી રહ્યો હતો. આ રીતે 67 રનના સ્કોરે જાડેજાએ ભારતને એક સફળતા અપાવી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા અફગાનિસ્તાને 252 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આ મેચમાં પાંચ ફેરફાર કર્યા હતા. નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન શિખર ધવન, જસપ્રીત બુમરાહ અને ચહલે વિશ્રામ આપવામાં આવ્યો છે. તેના કારણે ધોની ટીમની આગેવાની કરી રહ્યો છે. 


ધોની 200 વનડેમાં સુકાન સંભાળનાર પ્રથમ ભારતીય બન્યો
મહેન્દ્ર સિંહ ધોની લગભગ કેપ્ટનશિપ છોડ્યાના બે વર્ષ બાદ મંગળવારે એશિયા કપમાં અફગાનિસ્તાન વિરુદ્ધ વનડેમાં કેપ્ટનના રૂપમાં ઉતર્યો હતો. આ સાથે તે 200 વનડેમાં કેપ્ટનશિપ કરનારો પ્રથમ ભારતીય બની ગયો છે. છ દિવસમાં ચાર મેચ રમ્યા બાદ રોહિત અને ધવનને આસામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતના સૌથી સફળ કેપ્ટન ધોની ટોસ માટે મેદાનમાં ઉતર્યો હતો. 



ધોનીએ પોતાના કેરિયરમાં ક્યારેય આંકડાને મહત્વ આપ્યું નથી. તેણે 90 ટેસ્ટ રમ્યા બાદ તે ફોર્મેટનેઅલવિદા કરી દીધું તે 100 ટેસ્ટની સિદ્ધિ મેળવી શકતો હતો. તેણે જાન્યુઆરી 2017માં વનડે ટીમની આગેવાની છોડવાનો નિર્ણય કરીને તમામને ચોંકાવી દીધા હતા. ટોસ સમયે રસેલ આર્નોલ્ડના સવાલનો જવાબ આપતા ધોનીએ કહ્યું, મેં 199 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશિપ કરી છે તેથી આ મને 200 કરવાની તક આપે છે. આ ભાગ્ય છે અને મેં હંમેશા ભાગ્યમાં વિશ્વાસ કર્યો છે. 


જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેમણે ક્યારેય વિચાર્યું હતું કે તેઓ 200 મેચમાં કેપ્ટનશિપ કરી શકશે તો ધોનીએ કહ્યું, એકવાર કેપ્ટનશિપ છોડ્યા બાદ આ મારા નિયંત્રણમાં નથી. સુનીલ ગાવસ્કરે આ દરમિયાન પ્રતિક્રિયા આપતા કહ્યું, 100 ટકા તે સૌથી લોકપ્રિય ભારતીય કેપ્ટન છે. આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં ધોની કરતા વધુ મેચોમાં કેપ્ટનશિપ ઓસ્ટ્રેલિયા અને આઈસીસી માટે રિકી પોન્ટિંગ (230) અને ન્યૂઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગ (218) કરી છે.