શું ધોની લેશે નિવૃતી? ટ્વીટર પર શરૂ થયો ટ્રેન્ડ #DhoniRetires
એમએસ ધોનીની નિવૃતી કે ભારતના ક્રિકેટરના રૂપમાં તેની ભવિષ્યની યોજનાઓ વિશે કોઈ માહિતી ન હોવા છતાં ધોની રિટાયર નામથી ટ્વીટર પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
નવી દિલ્હીઃ મંગળવારે સવારથી ભારતીય ક્રિકેટ પ્રશંસક સદમામાં છે, કારણ કે એમએસ ધોનીના નિવૃતી લેવાના કે ભારતીય ક્રિકેટરના રૂપમાં તેની ભવિષ્યની યોજનાઓ પર કોઈ સમાચાર ન હોવા છતાં ટ્વીટર પર #DhoniRetires નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
પ્રશંસકોએ બેટ્સમેન અને વિકેટકીપરના રૂપમાં ધોનીની સિદ્ધીઓ અને કીર્તિમાનો વિશે ચર્ચા શરૂ કરી દીધી, જ્યારે કેટલાક લોકોએ તેને દેશ માટે રમવાનું કહ્યું હતું. ફેન્સ ચિંતામાં છે કે તે આટલી ઝડપથી નિવૃતીની જાહેરાત કરી શકે છે. કેટલાક ચાહકોએ તો #NeverRetireDhoni અને #ThankYouDhoni ની સાથે ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું હતું.
38 વર્ષના ધોનીની નિવૃતી વિશે અફવાઓ ત્યારથી ચાલી રહી છે, જ્યારે તેણે ઈંગ્લેન્ડમાં વિશ્વ કપ-2019થી ભારત બહાર થયા બાદ ક્રિકેટમાથી બ્રેક લીધો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલમાં હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ હતી. છેલ્લે ધોની તે મેચમાં મેદાન પર જોવા મળ્યો હતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાશે ટી-20 ક્રિકેટ મેચ, સૌરાષ્ટ્રમાં તડામાર તૈયારીઓ