કાર્ડિફઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર એમએસ ધોની બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ બાદ સતત ચર્ચામાં છે. ધોનીએ 78 બોલ પર 113 રન બનાવ્યા, છગ્ગાની સાથે પોતાની સદી પૂરી કરી અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 350ને પાર પહોંચાડ્યો હતો. આ સિવાય ધોનીએ બેટિંગ દરમિયાન એક એવું કામ કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વારયલ થઈ રહ્યો છે. ધોની જ્યારે બેટિંગ કરી રહ્યો હતો, તો એક બોલ પર ઉભા રહીને તેણે બાંગ્લાદેશની ફીલ્ડિંગ પણ સેટ કરી હતી. 


ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચુકેલો ધોની હંમેશા ટીમ ઈન્ડિયા માટે ફીલ્ડ સેટ કરતો જોવા મળી છે, પરંતુ આ પ્રથમ ઘટના હતી, જ્યારે ધોની વિરોધી ટીમની ફીલ્ડિંગ સેટ કરતો જોવા મળ્યો હતો. શબ્બીર રહમાન બોલિંગ કરવા જઈ રહ્યો હતો, ત્યારે ધોની સ્ટમ્પ છોડીને અલગ થયો. શબ્બીરે જ્યારે પૂછ્યું કે શું થયું તો ધોની ફીલ્ડ પર ઉભેલા ફીલ્ડરને યોગ્ય જગ્યા દેખાડવા લાગ્યો. તેના પર શબ્બીર હસી પડ્યો અને કોમેન્ટ્રેટરો પણ. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર