2015 હોય કે 2019: સેમિફાઇનલમાં કોહલી ઝીરો, ધોની અસલી હીરો
એમએસ ધોનીની ઈનિંગની દરેક પ્રશંસા કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે જો માહી ન હોત તો ટીમ ઈન્ડિયાની સ્થિતિ વધુ ખરાબ હોત. તો મોટી મેચોમાં વિરાટ કોહલીનું નિષ્ફળ જવું પણ ફેન્સના દિલને દુખ પહોંચાડી રહ્યું છે.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના હાથે હારીને ટીમ ઈન્ડિયાનું વિશ્વ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે. આ સતત બીજીવાર બન્યું છે જ્યારે ભારત વિશ્વકપ સેમિફાઇનલમાંથી બહાર થઈ ગયું છે. મેચના પરિણામ બાદથી ફેન્સ ગુસ્સામાં છે અને એક નવી ચર્ચા શરૂ થઈ છે. એમએસ ધોનીની ઈનિંગની દરેક પ્રશંસા કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે જો માહી ન હોત તો ટીમ ઈન્ડિયાની સ્થિતિ વધુ ખરાબ હોત. તો મોટી મેચોમાં વિરાટ કોહલીનું નિષ્ફળ જવું પણ ફેન્સના દિલને દુખ પહોંચાડી રહ્યું છે.
બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં કેપ્ટન કોહલી માત્ર એક રન બનાવી શક્યો અને એમએસ ધોની અંતિમ સુધી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. જો છેલ્લા વિશ્વ કપ એટલે કે 2015મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચની વાત કરીએ તો ત્યારે પણ આવી સ્થિતિ હતી. બસ કેપ્ટન એમએસ ધોની હતો.
શું હતી 2015ના સેમિફાઇનલની સ્થિતિ
2015મા ઓસ્ટ્રેલિયામાં વિશ્વ કપ રમાયો હતો અને સેમિફાઇનલમાંટ ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 328નો લક્ષ્ય રાખ્યો હતો. પરંતુ ચેઝ કરતા ટીમ ઈન્ડિયાની બેટિંગ ધરાશાયી થઈ અને સૌથી મોટો સુપરસ્ટાર વિરાટ કોહલી માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો.
ત્યારે પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધોની 65 રન બનાવી ટીમ ઈન્ડિયાની જીત માટે એકલો સંઘર્ષ કરી રહ્યો હતો. ખાસ વાત છે કે ધોની ત્યારે પણ રનઆઉટ થયો હતો. પરંતુ ટીમ ઈન્ડિયા ખરાબ રીતે હારીને બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ ધોનીની આખમાં આસૂ દરેક ફેન્સને યાદ છે.
2015 સેમિફાઇનલઃ ધોની vs કોહલી
વિરાટ કોહલીઃ 1 રન, 13 બોલ, 7.69 સ્ટ્રાઇક રેટ
ધોનીઃ 65 રન, 65 બોલ, 100 સ્ટ્રાઇક રેટ, 3 ચોગ્ગા, 2 છગ્ગા.
2019ની સેમિફાઇનલમાં પણ આજ સ્થિતિ
જેમ ચાર વર્ષ પહેલા કંઇક આવું થયું હતું. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 240 રનનો પીથો કરતા ટીમના ટોપ ઓર્ડરે દગો આપ્યો હતો. વિરાટ કોહલી ફરી માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. ફરી બધાની નજર એમએસ ધોની પર હતી. એકવાર ફરી તેણે છેલ્લે સુધી સંઘર્ષ કર્યો અને 50 રન બનાવ્યા. જ્યાં સુધી ધોની ક્રીઝ પર હતો ત્યાં સુધી ટીમ ઈન્ડિયાને આશા હતી. પરંતુ 2015ની સેમિફાઇનલ જેમ રનઆઉટ થયો હતો.
World Cup: હારથી દુખી ખેલાડીઓએ લખ્યો ઇમોશનલ મેસેજ, કેપ્ટન વિરાટ કોહલીની ફેન્સને અપીલ
2019 સેમિફાઇનલઃ ધોની vs કોહલી
વિરાટ કોહલીઃ 1 રન, 6 બોલ, 16.66ની સ્ટ્રાઇક રેટ
એમએસ ધોનીઃ 50 રન, 72 બોલ, 69.66ની સ્ટ્રાઇક રેટ, 1 ચોગ્ગો, 1 છગ્ગો
વિશ્વ કપ સેમિફાઇનલમાં વિરાટ કોહલીનું પ્રદર્શન
9 (21) વિરુદ્ધ પાકિસ્તાન (2011 વિશ્વકપ)
1 (13) વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (2015 વિશ્વકપ)
1(6) વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (2019 વિશ્વ કપ)