• ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર્ડમેન્ટ લઈ લીધા બાદ MS Dhoni હાલ બિઝનેસ પર ફોસ કરી રહ્યાં છે

  • મહેન્દ્ર સિંહ ધોની પોતાના હોમટાઉન રાંચીમાં કડકનાથ મરઘાંનું ફાર્મિંગ કરવા જઈ રહ્યાં છે.


ઝી મીડિયા/બ્યૂરો :ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર્ડમેન્ટ લઈ લીધા બાદ એમએસ ધોની (MS Dhoni) હાલ બિઝનેસ પર ફોસ કરી રહ્યાં છે. તે એવા પ્લાનમા ઈન્વેસ્ટ કરી રહ્યા છે જ્યાં થોડા વર્ષો બાદ તેઓ કરોડોમાં આળોટતા થઈ જશે. રાંચીમાં મધ્યપ્રદેશના ઝાબુઆ (Jhabua) જિલ્લામાં મળી આવતા કડકનાથ મરઘા (Kadaknath Chicken)ના ફાર્મિંગ પર નજર કરીએ તો ધોનીએ અહી મોટું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. કેમ કે, તેઓએ 2000 બચ્ચા ખરીદવાનો ઓર્ડ ઝાબુઆ જિલ્લાના ખેડૂતોને આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટસ અનુસાર, મહેન્દ્ર સિંહ ધોની પોતાના હોમટાઉન રાંચીમાં કડકનાથ મરઘાંનું ફાર્મિંગ કરવા જઈ રહ્યાં છે. ધોનીએ અહીં નાના બચ્ચા ખરીદવાનો મોટો ઓર્ડર આપ્યો છે. આદિવાસી ખેડૂત વિનોદ મેંડાને વળતર ચૂકવાની 2 હજાર બચ્ચા 15 ડિસેમ્બર સુધી રાંચી મોકલવાનો ઓર્ડર તેઓએ આપ્યો છે. 


આ પણ વાંચો : ધનતેરસ પર સસ્તુ સોનુ ખરીદવુ છે? તો Gold Schemeમાં કરો ફટાફટ ઈન્વેસ્ટ 


ઝાબુઆના કડકનાથ મરઘા અનુસંધાન કેન્દ્રના ડાયરેક્ટર ડો. આઈએસ તોમરે મીડિયાને જણાવ્યું કે, ધોનીએ પોતાના મિત્ર દ્વારા સંપર્ક કર્યો હતો. પરંતુ કેન્દ્રમાં એટલી માત્રામાં બચ્ચા ન હતા. તેથી તેઓએ ઝાબુઆના થાંદલા ગામના આદિવાસી ખેડૂતોનો સંપર્ક કર્યો છે. જે કડકનાથ મરઘાનું ફાર્મિંગ કરે છે. 


ધનતેરસ પર આજે પીએમ મોદી ગુજરાતીઓને આપશે આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટની ભેટ