WC: વિકેટની પાછળ ધોનીનો રોલ કોહલી માટે મહત્વનો રહેશેઃ તેંડુલકર
વિશ્વના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું માનવું છે કે ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વિશ્વકપમાં એમએસ ધોનીની ભૂમિકા મહત્વની રહેશે. અનુભવી ધોની ટીમને અને વિરાટ કોહલીને મેચની દરેક સ્થિતિથી માહિતગાર કરશે, જે ટીમને કામ આવશે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમને 30 મેથી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ટાઇટલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ટીમની જીત તે વાત પર પણ નિર્ભર કરશે કે વિરાટ કોહલીની આગેવાની મહાકુંભમાં કેટલી પ્રભાવશાળી સાબિત થાય છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પરંતુ વિરાટ કોહલીની આગેવાનીની આલોચના થઈ હતી. પરંતુ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર ભારતીય કેપ્ટનના પક્ષમાં છે.
તેંડુલકરે કહ્યું, 'હું સમજું છે કે આપણે આઈપીએલ અને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તુલના ન કરવી જોઈએ.' બંન્ને અલગ-અલગ ફોર્મેટ છે, એક ટી20 છે, જેમાં તમારી ટીમમાં ઘણા વિદેશી ખેલાડી છે અને બીજું એવું ફોર્મેટ છે, જ્યાં તમારી ટીમમાં બધા ભારતીય ખેલાડી છે. તેથી આપણે બંન્નેની તુલના ન કરવી જોઈએ. જાહેર છે કે જ્યારે વાત આગેવાની પર આવે છે તો વિરાટ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
તેમણે માન્યું કે અનુભવી મહેન્દ્ર સિંહ ધોનીનો રોલ વિકેટની પાછળ મહત્વનો હશે અને કોહલી માટે તે ખુબ સારી વાત છે કે તેની પાસે એટલો અનુભવી ખેલાડી છે. તેંડુલકરે કહ્યું, ધોનીનો વિકેટની પાછળ ઉભા રહેવાનો અનુભવ ટીમને ખુબ મદદ કરશે કારણ કે આ સ્થાન પર ઉભા રહીને તે બધુ સારી રીતે જોઈ શકે છે. ત્યાં ઉભા રહી ને તે મેદાનને તે રીતે જુએ છે, જે રીતે એક બેટ્સમેન જુએ છે.
માસ્ટર બ્લાસ્ટરે કહ્યું, તેનું સૂચન મહત્વપૂર્ણ હશે કારણ કે તેને ખ્યાલ છે કે પિચ જેટલી સારી છે કે ખરાબ છે, ક્યાં બોલર ધીમો આવી રહ્યો છે કે બેટ પર સારી રીતે આવી રહે છે. જે પણ સ્થિતિ હોય, તેને કેપ્ટન અને બોલરની સાથે શેર કરશે. તેથી કોઈ અનુભવી ખેલાડીનું વિકેટની પાછળ રહેવું હંમેશા મદદગાર હોય છે. ટૂર્નામેન્ટ પહેલા તે કહેવામાં આવી રહ્યું હતું કે, ભારતીય ટીમ ટોપના ત્રણ ખેલાડી (શિખર ધવન, રોહિત શર્મા અને કોહલી) પર વધુ નિર્ભર છે.
તેંડુલકરે તે પણ કહ્યું કે, કેટલાક મુકાબલા પણ એવા હોઈ શકે છે, જ્યાં એક ખેલાડી વિજય અપાવશે. તેંડુલકરે કહ્યું, મને નથી લાગતું કે ટીમ ટોપ-3 ખેલાડીઓ પર નિર્ભર છે. મને લાગે છે કે જો અમારૂ ટૂર્નામેન્ટમાં આગળ વધવું હોય તો તમામ ખેલાડીઓએ એકબીજા સાથે મળીને સારૂ પ્રદર્શન કરવું પડશે.
તેમણે આગળ કહ્યું, વિશ્વ કપ એક મોટી ટૂર્નામેન્ટ થવા જઈ રહી છે અને મને આશા છે કે આપણે તે સ્થિતિમાં છીએ જ્યાં જઈને ભારતીય ક્રિકેટના તમામ શુભચિંતકોની આશાઓ પૂરી કરીએ. વિશ્વકપમાં ભારત પોતાની પ્રથમ મેચ 5 જૂને સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમશે.