ચેન્નઈઃ કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મેચમાં જીત મેળવ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, હરભજન સિંહ અને ઇમરાન તાહિર જૂની શરાબની જેમ સતત પરિપક્વ થઈ રહ્યાં છે અને તેણે ફરી એકવાર સાબિત કરી દીધું કે ઉંમર માત્ર એક સંખ્યા છે. ચેન્નઈએ અહીં મંગળવારે શાનદાર પ્રદર્શન કરતા કોલકત્તાને સાત વિકેટે કારમો પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચ બાદ ધોનીએ કહ્યું, 'ઉંમર તેની (હરભજન અને તાહિર) તરફ છે.' તે વાઇનની જેમ છે અને સતત પરિપક્વ થઈ રહ્યાં છે. ભજ્જીએ જેટલી મેચ રમી તેમાં દમદાર પ્રદર્શન કર્યું છે. મને જ્યારે જરૂરત પડી મેં ઇમરાન પર વિશ્વાસ કર્યો છે અને તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. 


ધોનીએ કહ્યું, કુલ મળીને અમારો બોલિંગ ક્રમ સારો લાગી રહ્યો છે, પરંતુ જ્યારે અમે શાનદાર ટીમ વિરુદ્ધ સપાટ વિકેટ પર નાની બાઉન્ડ્રીની સાથી રમીશું તો અમને ખ્યાલ આવશે કે અમારા માટે સારો બોલિંગ ક્રમ ક્યો હશે. ચેન્નઈની ટીમ હાલમાં 10 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ ક્રમે છે. પરંતુ ધોનીએ કહ્યું કે, ચેન્નઈની પિચ મોટો સ્કોર બનાવવા લાયક નથી. તે પોતાના હોમ ગ્રાઉન્ડની પિચથી નાખુશ જણાયો હતો. 



IPL 2019: સતત ચોથી જીત છતાં ચેન્નઈની પિચથી ખુશ નથી ધોની 


ધોનીએ બ્રાવોની ઈજાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. ધોનીએ કહ્યું, બ્રાવો ટીમમાં ન હોવાને કારણે સંયોજનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  પરંતુ હરભજન અને તાહિર સ્થિતિને સંભાળવા માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. ધોનીએ કહ્યું તાહિર સારી ફ્લિપર કરે છે. તે (તાહિર) એવો બોલર છે, જો તમે તેને કહો કે આ ગતીની સાથે બોલિંગ કરવાની છે તો તે વારંવાર તેમ કરશે.