MS ધોનીની ધમાલ, ક્રીઝ પર આવતાં જ ફટકારી સિક્સ, નાની ઈનિંગ્સમાં બનાવ્યો આ રેકોર્ડ
લખનઉ સુપર જાયન્ટ્સ સામે મહેન્દ્ર સિંહ ધોનીએ ધમાકેદાર શરૂઆત કરી. પોતાની ઈનિંગ્સના શરૂઆતના બે બોલમાં ધોનીએ બાઉન્ડ્રી ફટકારી. એમએસ ધોનીએ પોતાની ટીમ માટે સ્પેશિયલ કેમિયો કર્યો.
મુંબઈ: ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તોફાની ઈનિંગ્સ લખનઉ સુપર જાયન્ટ્સ સામે જોવા મળ્યું. પહેલી મેચમાં આક્રમક ફિફ્ટી ફટકાર્યા પછી ગુરુવારે પણ એમએસ ધોનીની ધમાલ જોવા મળી. લખનઉ સુપર જાયન્ટ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સે મોટો સ્કોર બનાવ્યો. એમએસ ધોની જ્યારે ક્રીઝ પર આવ્યો ત્યારે તેણે પહેલા જ બોલે સિક્સ ફટકારીને પોતાનું ખાતું ખોલ્યું.
મહેન્દ્ર સિંહ ધોનીની ઈનિંગ્સ:
પહેલો બોલ - 6 રન
બીજો બોલ - 4 રન
ત્રીજો બોલ - કોઈ રન નહીં
ચોથો બોલ - કોઈ રન નહીં
પાંચમો બોલ - 2 રન
છઠ્ઠો બોલ - 4 રન
આ પણ વાંચોઃ મેથ્યૂ હેડનની ભવિષ્યવાણી, કહ્યું- આ ટીમ બનશે IPL 2022 ની ચેમ્પિયન
ટી-20 ક્રિકેટમાં 7000 રન પૂરા:
મહેન્દ્ર સિંહ ધોનીએ આ ઈનિંગ્સની સાથે જ ટી-20 ક્રિકેટમાં 7000 રન પૂરા કર્યા છે. એમએસ ધોનીએ અત્યાર સુધી કુલ 349 ટી-20 મેચ રમી છે. તેમાં તેના નામે 70001 રન થઈ ગયા છે. એમએસ ધોનીની એવરેજ 38.68ની રહી છે.
ચેન્નઈ સુપર કિંગ્સ- 4687 રન
પુણે સુપર જાયન્ટ્સ- 574 રન
ઈન્ટરનેશનલ - 1617 રન
ઝારખંડ - 123 રન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube