ધોનીની પત્ની સાક્ષીને છે જીવનું જોખમ, બંદૂક ખરીદવા માંગ્યું લાયસન્સ
ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ આર્મ્સ લાઇસન્સ માંગ્યું છે. સાક્ષી ધોની પોતાને જીવનું જોખમ હોવાનું કહેતાં આર્મ્સ લાયસન્સની માંગણી કરી છે. સાક્ષીનું કહેવું છે કે તે મોટાભાગનો સમય ઘરમાં એકલી રહે છે. પોતાનો કામો માટે તેમને એકલા મુસાફરી કરવી પડે છે.
નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ આર્મ્સ લાઇસન્સ માંગ્યું છે. સાક્ષી ધોની પોતાને જીવનું જોખમ હોવાનું કહેતાં આર્મ્સ લાયસન્સની માંગણી કરી છે. સાક્ષીનું કહેવું છે કે તે મોટાભાગનો સમય ઘરમાં એકલી રહે છે. પોતાનો કામો માટે તેમને એકલા મુસાફરી કરવી પડે છે. એવામાં તેમના જીવને ખતરો રહે છે, એટલા માટે કોઇ હથિયારની જરૂર છે. તેમણે પિસ્તોલ અથવા 0.32 રિવોલ્વર માટે અરજી કરી છે. સાક્ષીએ આર્મ્સ લાયસન્સ માટે અરજી કરતાં કહ્યું કે જેટલું ઝડપી બની શકે એટલું ઝડપી તેમને પિસ્તોલ અથવા રિવોલ્વર ખરીદવા માટે લાયસન્સ આપવામાં આવે.
તમને જણાવી દઇએ કે મહેંદ્ર સિંહ ધોનીને ગન લાયસન્સની મંજૂરી મળી ગઇ હતી. ત્યારબાદ તેમણે લાયસન્સવાળી પિસ્તોલ ખરીદી હતી. ધોનીને લાયસન્સ મેળવવામાં ખૂબ મહેનત કરવી પડી હતી. તેમની અરજી કેંદ્રને મોકલવામાં આવી હતી અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તેમને પરવાનગી આપવામાં આવી હતી. રાંચી જિલ્લા વહિવટી તંત્રએ ગૃહ મંત્રાલયને અરજી મોકલતાં પહેલાં 2008માં ધોની પાસે ચરિત્રનું પ્રમાણપત્ર પણ માંગ્યું હતું.
મળતી માહિતી અનુસાર સાક્ષી ધોનીએ આર્મ્સ લાયસન્સ માટે મેજિસ્ટ્રેટ ઓફિસમાં અરજી આપી હતી, જેને અરગોડા પોલીસમથકમાં મોકલવામાં આવી. અરગોડામાં આ અરજીની તપાસ કરી અને તપાસ કરી કે સાક્ષી ધોની વિરૂદ્ધ કેસ દાખલ નથી. અરગોડા પોલીસ સ્ટેશનમાં તપાસ બાદ સાક્ષીની અરજીને હટિયા ડીએસપી વિકાસ પાંડે પાસે મોકલી દેવામાં આવી. ડીએસપીએ તેને સિટી એસપી અને સિટી એસપીએ તેને એસએસપી ઓફિસ મોકલી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 3 જૂલાઇથી ટીમ ઇન્ડીયા ઇગ્લેંડના પ્રવાસ શરૂ થાય છે. ભારતને ઇગ્લેંડ વિરૂદ્ધ 5 ટેસ્ટ, 3 વનડે અને 3 ટી-20 મેચોની સીરીઝ રમાવવાની છે. ઇગ્લેંડ વિરૂદ્ધ ભારતની ક્રિકેટ સીરીઝની શરૂઆત ઓલ્ડ ટ્રેફર્ડમાં ટી-20 મેચ સાથે થશે. મહેંદ્ર સિંહ ધોની 3 વનડે અને 3 ટી-20 મેચો દરમિયાન ઇગ્લેંડમાં રહેશે.