નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 નવેમ્બરથી શરૂ થનાર ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ (Team India) જાહેર કરવામાં આવી છે. મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર આ ટીમમાંથી બાકાત છે. જેને પગલે ધોનીના સંન્યાસને લઇને અટકળો તેજ બની છે. પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે  આ મામલે ઇશારો કરતાં મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, એમએસ ધોની ને લઇને પસંદગી સમિતિનો મત સ્પષ્ટ છે. તે આગળ વધી ચૂકી છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ કહ્યું કે તે એમએસ ધોનીથી એમના ભવિષ્યને લઇને વાત કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમએસકે પ્રસાદની અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિએ ગુરૂવારે ભારત બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે રમાનાર ટી20 સિરીઝ અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. જેમાં મહેન્દ્રસિંહ ધોની (mahendra singh dhoni) ની પસંદગી કરવામાં આવી નથી. ટીમ પસંદગી બાદ પ્રસાદે કહ્યું કે, તે આગળ વધી ચૂક્યા છે. અમે અમારા વિચારોમાં સ્પષ્ટ છીએ. વિશ્વ કપ બાદથી અમારો ઇરાદો સ્પષ્ટ છે. અમે ઋષભ પંત (Rishabh Pant) ને સમર્થન આપવું શરૂ કર્યું છે અને તે સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. 


દેવધર ટ્રોફી 2019: ટીમની જાહેરાત, પાર્થિવ, શુભમન અને હનુમા વિહારીને બનાવાયા કેપ્ટન


પૂર્વ વિકેટકિપર એમએસકે પ્રસાદે કહ્યું કે, સંભવ છે કે કેટલાક લોકોને એવું લાગે છે કે પંતે સારૂ નથી કરી રહ્યો પરંતુ અમે સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે અમે પંત પર ધ્યાન આપીશું. વિશ્વ કપ બાદ અમે યુવાઓને તક આપવાનો વિચાર કર્યો છે. જે જોતાં તમે અમારો ઇરાદો સમજી શકો એમ છો. અમે સ્પષ્ટપણે ધોની સાથે વાત કરી છે. એણે પણ યુવાઓને સમર્થન આપવાની વાતને સ્વીકારી છે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV