નવી દિલ્હી : વેસ્ટ ઇન્ડિઝ મુલાકાત માટે રવિવારે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઇ છે. વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન હશે. વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ભારત બે ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20 રમવાનું છે. અંજિક્ય રહાણે ટેસ્ટ ટીમનાં ઉપકપ્તાન હશે જ્યારે બેટ્સમેન રોહિત શર્માને વનડે અને ટી-20 ટીમના ઉપકપ્તાન બનાવાયા છે. વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાની ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ છે જ્યારે ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ અપાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇ : બાંદ્રામાં MTNL બિલ્ડીંગમાં ભીષણ આગ, અંદાજે 100 લોકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ
યુવા બેટ્સમેન પૃથ્વી શૉ ઇજાગ્રસ્ત હોવાનાં કારણે ટીમથી બહાર રહેશે. ટીમમાં અનેક ખેલાડીઓનું આગમન થયું છે જ્યારે અનેકને પડતા મુકવામાં આવ્યા છે. નંબર-4 પર એક સારામાં સારા બેટ્સમેનને નહી શોધી શકવાનાં કારણે સંજય બાંગરને પણ તીખી આલોચનાનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સ મયંક અગ્રવાલ અને શુભમનને તક નહી આપવા બદલ પસંદગીકાર એમએમકે પ્રસાદ સહિત બીસીસીઆઇને ટ્રોલ કરી રહ્યા છે. 


મેક ઇન ઇન્ડિયા હેઠળ વિદેશી કંપની ભારતમાં IRCTC માટે કરશે કામ, ટેંડર બહાર પડાશે
હવે રેલવેમાં મુસાફરી દરમિયાન મળશે તમને એરલાઇનનો અનુભવ, IRCTCની ખાસ તૈયારી
ફાસ્ટ બોલર નવદીપ સૈનીને પહેલી વખત વન ડે અને ટી-20માં સ્થાન અપાયું છે. જસપ્રીત બુમરાહને વનડે અને ટી20માં આરામ અપાયે છે. જ્યારે વનડે અને ટી20 ફોર્મેટ માટે મનીષ પાંડેય અને શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી થઇ છે. તે ઉપરાંત લેગ સ્પિનર રાહુલ ચાહર અને દીપક ચાહરને ટી20 ટીમમાં સ્થાન અપાયું છે. 


ચંદ્રયાન-2ના લોન્ચિંગને PM મોદીએ લાઈવ જોયું, ટ્વીટ કરીને કહ્યું-કઈ રીતે સૌથી અલગ છે મિશન
પસંદગીકારોએ ઇન્ડિયા એમાં સારુ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ભારતીય ટીમનાં ત્રણેય ફોર્મેટમાં સ્થાન આપ્યું છે. જો કે યુવા બેટ્સમેન શુભમન ગિલને સમાવેથ કરવામાં આવ્યો નથી. ટુર્નામેન્ટ બાદ વેસ્ટઇન્ડિઝ પ્રવાસ ભારત માટે મહત્વનો છે અને આ દરમિયાન પસંદગીકારો પાસે તે જોવાની તક પણ હતી કે શું શુભમન ગિલ અથવા શ્રેયસ અય્યર આ પોઝીશન પર ફીટ થઇ શકે છે?