નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડ ખેલા્ડી હાર્દિક પંડ્યાના મોટાભાઈ કુણાલ પંડ્યા હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ઇન્ડિયન પ્રીમિયર લિગમાં સ્ટાર સાબિત થયેલા કુણાલે પોતાની ગર્લફ્રેન્ડ પંખુડી શર્મા સાથે 27 ડિસેમ્બરે મુંબઈની જે.ડબલ્યુ. મેરિયટમાં લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં અનેક ક્રિકેટર્સ પહોંચ્યા હતા પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું મુકેશ અંબાણીના પરિવારે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના રિસેપ્શનમાં મુકેશ અંબાણીનો આખો પરિવાર હાજર નહોતો રહ્યો પણ કુણાલના લગ્નમાં મુકેશ અંબાણી પત્ની નીતા તેમજ બાળકો સાથે પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુણાલ અને હાર્દિક આઇપીએલમાં અંબાણીની ટીમ મુંબઈ ઇન્ડિ્યન્સની ટીમમાંથી રમે છે. નોંધનીય છે કે 26 ડિસેમ્બરે વિરાટ અ્ને અનુષ્કાનું રિસેપ્શન મુંબઈમાં યોજાયું હતું. આ રિસેપ્શનમાં નીતા અંબાણી અને દીકરો આકાશ અંબાણી પહોંચ્યા હતા. 




હાર્દિક પંડ્યાએ લગ્નમાં આવેલા અંબાણીપરિવારનું સ્વાગત કર્યું હતું. કુણાલ પંડ્યા લાંબા સમયથી પંખુડી શર્મા સાથે રિલેશનશીપમાં હતો. કુણાલ સ્પિન બોલિંગ કરે છે અને ડાબા હાથથી વિસ્ફોટક બેટિંગ પણ કરે છે. આ બંને ભાઈઓ મુંબઈ ઇન્ડિ્યન્સની ટીમમાં હતા અને તેમણે આઇપીએલ સિઝન 10માં ધમાલ મચાવી દીધી હતી. 



પંખુડી પહેલીવાર આઇપીએલ 10ની વિજયી ટ્રોફી સાથે દેખાતા ચર્ચામાં આવી હતી. એ સમયે કુણાલે સ્પષ્ટતા કરી હતી કે તે તેની ગર્લફ્રેન્ડ છે અને બંનેનું લગ્ન કરવાનું પ્લાનિંગ છે. 



આ લગ્નમાં મહાનાયક અમિતાભ બચ્ચન, ક્રિકેટર ઇરફાન પઠાણ, રોહિત શર્મા, પાર્થિવ પટેલ, જયદેવ ઉનડકર સહિત બીજા ખેલાડીઓ પણ પહોંચ્યા હતા. આ લગ્ન પહેલાં મહેંદી ફંક્શન થયું હતું જેમાં પંડ્યા ભાઈઓએ મન મુકીને ડાન્સ કર્યો હતો.