પુલવામા અટેક પછી મુંબઈ ક્રિકેટ ક્લબ ગુસ્સામાં લાલઘુમ, ઇમરાન ખાન બન્યો ટાર્ગેટ
પુલવામામાં CRPFના જવાનો પર થયેલા હુમલાનો વિરોધ કરવા માટે સીસીઆઇ કમિટીએ પાકિસ્તાની ક્રિકેટરોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ : પુલવામામાં આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થઈ ગયા એ પછી આખો દેશ ગુસ્સામાં છે. દેશના અલગઅલગ વિસ્તારોમાંથી લોકો પોતપોતાની રીતે પાકિસ્તાન પ્રત્યે ગુસ્સો જાહેર કરી રહ્યા છે. આ સંજોગોમાં મુંબઈ ખાતે આવેલ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ પોતાના પરિસરમાં લગાવેલી પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વર્તમાન પ્રધાનમંત્રી ઇમરાન ખાનની તસવીર હટાવી દેવાનો નિર્ણય કર્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઇમરાનની તસવીર હટાવ્યા પછી એની જગ્યાએ વિનોદ માંકડની તસવીર લગાવવામાં આવશે.
પુલવામા હુમલા વિશે સવાલ કરાયો અને કપિલ દેવે કર્યું વિચારી પણ ન શકાય એવું વર્તન
સીસીઆઇના ભોંયતળિયે મુખ્ય હોલની જમણી તરફ આ રેસ્ટોરાં છે. તેની ગેલેરી વોલ પર કપિલ દેવ, ગેરી સોબર્સ અને ઇયાન બોથમનાં પોટ્રેટ છે જ્યારે બાજુની દિવાલ પર રીચર્ડ હેડલીનું પોટ્રેટ છે. જોકે, હવે ક્લબની કમિટીએ મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલી ઓફિસમાંથી ઇમરાન ખાનની તમામ તસવીરો હટાવી લેવાનો નિર્ણય લીધો છે.
CCIના સેક્રેટરી સુરેશ બાફનાનું કહેવું છે કે તેઓ થોડાક જ દિવસોમાં ઇમરાન ખાનની તસવીર હટાવી દેશે અને એની જગ્યાએ બીજા કોઈ ખેલાડીની તસવીર લગાવી દેવામાં આવશે.