નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર એડન મિલ્ને ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી બહાર થવાના સમાચાર છે. મિલ્નેને મુંબઈ ઈન્ડિયન્સે ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલી ખેલાડીઓની હરાજીમાં 75 લાખ ભારતીય રૂપિયા એટલે કે આશરે 1 લાક 4 હજાર અમેરિકી ડોલરમાં ખરીદ્યો હતો. જાણવા મળ્યું કે મિલ્નેની એડીમાં ઈજા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિલ્નેના રૂપમાં મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો લાગ્યો છે. આ પહેલા શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા શરૂઆતી છ મેચોમાં મુંબઈ માટે રમી શકશે નહીં. મલિંગાએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડની તે શરતને પૂરી કરવાની છે, જેમાં વિશ્વકપમાં પસંદગી માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું જરૂરી છે. 


ક્રિકઇન્ફો પ્રમાણે, મિલ્નેની ઈજા વિસે ફ્રેન્ચાઇઝી તરફથી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે, મુંબઈની ટીમ રિપ્લેસમેન્ટ તરીકે વેસ્ટઈન્ડિઝના ફાસ્ટ બોલર અલજારી જોસેફને ટીમમાં સામેલ કરવાના પ્રયાસમાં લાગેલી છે. આઈપીએલના નિયમો પ્રમાણે કોઈપણ રિપ્લેસમેન્ટ ખેલાડીને ઓરિઝનલ ખેલાડીથી વધુ નાણા ન ચુકવી શકાય. તેવામાં જે પણ ખેલાડીને મિલ્નેના સ્થાન પર સામેલ કરવામાં આવશે તેને 75 લાખ રૂપિયાથી વધુ રકન આપવામાં આવશે નહીં. 


IPL 2019: આઈપીએલની 12મી સિઝનની 5 ખાસ વાતો 


મુંબઈનો પ્રથમ મેચ રવિવારે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ છે. મુંબઈની પાસે હાલમાં ન્યૂઝીલેન્ડના ટી20 ફ્રીલાન્સર મિશેલ મૈકલેનગન અને ઓસ્ટ્રેલિયાને બેન કટિંગ જેવા વિદેશી બોલર છે.