Mumbai Indians IPL 2025 Auction: આઈપીએલ 2025 માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવેમ્બરના છેલ્લા અઠવાઠિયામાં મેગા ઓક્શનનું આયોજન થનાર છે. તેના માટે બીસીસીઆઈએ રિટેંશન નિયમ જાહેર કરી દીધો છે અને જલ્દી ઓક્શન માટે સ્થળની જાહેરાત થઈ જશે. પરંતુ હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે સઉદી અરબના કોઈ શહેર કે સિંગાપુરમાં ઓક્શનનું આયોજન થઈ શકે છે. મુંબઈ ઈન્ડિયન્સના કેંપમાંથી મોટી ખબર સામે આવી રહી છે. તેમણે પોતાના મુખ્ય કોચ માર્ક બાઉચરને બરતરફ કરી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયવર્ધનેની કોચિંગમાં જીત્યા 2 એવોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સે માર્ક બાઉચરના સ્થાને શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્ધનેને કોચ બનાવ્યા છે. જયવર્ધને અગાઉ ટીમને કોચિંગ આપી ચૂક્યા છે. જ્યારે 2017થી 2022 સુધી ટીમના કોચ હતા. તે દરમિયાન મુંબઈએ 3 એવોર્ડ જીત્યા. જયવર્ધને અને રોહિત શર્માના સંબંધ ઘણા સારા છે. રોહિતની કેપ્ટનશિપમાં જ ટીમ 5 વખત આઈપીએલ ટ્રોફી ઉઠાવવામાં સફળ રહી છે. ગત સીઝનમાં તેમના સ્થાન પર હાર્દિક પાંડ્યાને કેપ્ટન બનાવી દીધો હતો.



બાઉચરે કર્યો હતો હાર્દિકનો બચાવ 
હાર્દિક મુંબઈ છોડીને ગુજરાત ટાઇટન્સમાં જોડાયો હતો. તેણે પોતાની કેપ્ટનશીપમાં ટીમને ચેમ્પિયન બનાવી અને પછી ફાઈનલ સુધી પહોંચાડી. હાર્દિક જ્યારે મુંબઈ આવ્યો ત્યારે તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મુખ્ય કોચ માર્ક બાઉચરે તેનો બચાવ કર્યો હતો. બાઉચર અને હાર્દિક વચ્ચે તાલમેલ સારો હતો. હવે જોવાનું એ રહે છે કે મુંબઈના સુકાનીનો જયવર્દને સાથે કેવો તાલમેલ રહે છે.


જયવર્દને શું કહ્યું?
જયવર્દનેએ કહ્યું, “MI પરિવારમાં મારી સફર હંમેશા વિકાસની રહી છે. 2017માં મારું ધ્યાન એક પ્રતિભાશાળી ખેલાડીઓના જૂથને એકસાથે લાવવાનું હતું. તેઓએ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમ્યું છે અને અમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આ એક આકર્ષક પડકાર છે જેની હું આતુરતાથી રાહ જોઉં છું.”



મુંબઈ ઈન્ડિયન્સના માલિક ખુશ
મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ કહ્યું કે, “મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે મહેલાને પાછું આવવું અમારા માટે રોમાંચક છે. અમારી વૈશ્વિક ટીમોએ અમારા ઇકોસિસ્ટમમાં તેમનું સ્થાન મેળવ્યું છે. તેણે MI પરત લાવવાની તક મળી. તેમના નેતૃત્વ અને રમત પ્રત્યેના જુસ્સાથી MIને હંમેશા ફાયદો થયો છે. હું માર્ક બાઉચરનો પણ છેલ્લી બે સિઝનમાં તેમના યોગદાન માટે આભાર માનું છું. તેમના સમય દરમિયાન તેમનું સમર્પણ નોંધપાત્ર હતું અને હવે તેઓ MI પરિવારના એક અભિન્ન સભ્ય બની ગયા છે.