હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ફાઇનલ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી યુવરાજ સિંહનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. યુવી આ ફોટોમાં પ્રેક્ટિસમાં ભાગ લેતો જોવા મળી રહ્યો છે. ફેન્સને આશા છે કે યુવરાજ સિંહને મુંબઈ ટીમની પ્લેઇંગ ઈલેવનમાં આજે સામેલ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ફાઇનલ મેચ રમાવાની છે. યુવરાજ સિંહને આ સિઝનમાં મુંબઈએ બેસ પ્રાઇઝમાં ખરીદ્યો હતો. પરંતુ તેને રમવાની વધુ તક મળી નથી. યુવીએ આ સિઝનમાં ચાર મેચ રમી, આ દરમિયાન તેણે 24.50ની એવરેજ અને 130.66ની સ્ટ્રાઇક રેટથી 98 રન બનાવ્યા. 53 તેનો બેસ્ટ સ્કોર રહ્યો છે.



યુવીએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 53, આરસીબી વિરુદ્ધ 23, કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ 18 અને ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 4 રન બનાવ્યા હતા. 3 એપ્રિલ બાદ તે મુંબઈ ઈન્ડિયન્સ માટે એકપણ મેચ રમ્યો નથી.