Mumbai Indians vs Chennai Super Kings Match Highlights: વાનખેડેનું ઐતિહાસિક મેદાન, આપીએલનો એલ-ક્લાસિકો, રેકોર્ડ 5મીવાર ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને 4 વારની વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ હતા આમને સામને. દર્શકોનો જમાવડો. આ રોમાંચક મેચમાં મહેન્દ્ર સિંહ ધોની ટીમ ચેન્નાઈ બાજી મારી લીધી. ટોસ જીતીને બેટિંગ કરવા મુંબઈને આમંત્રણ આપ્યું. મેદાનમાં રમવા ઉતરેલી મુંબઈની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 157 રન કર્યા. ત્યારબાદ ચેન્નાઈએ 18.1 ઓવરમાં 3 વિકેટના ભોગે લક્ષ્ય મેળવી લીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિગ્ગ્જ વેકિટકિપર અને ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીત્યો અને મુંબઈને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. ચેન્નાઈના સ્પિનરો સામે મુંબઈના બેટરો કશું કરી શક્યા નહીં. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી. જ્યારે મિચેલ સેન્ટનરે 28 રન આપીને 2 વિકેટ લીધી. યુવા પેસર તુષાર દેશપાંડેએ 3 ઓવર બોલિંગ કરી અને 31 રન આપીને 2 વિકેટ લીધી. કેપ્ટન રોહિત શર્મા અને ટિમ ડેવિડને પેવેલિયન ભેગા કર્યા. મગાલાએ એક વિકેટ લીધી. 


IPL દરમિયાન કેન્દ્ર સરકારે ભર્યું મોટું પગલું, ઓનલાઇન ગેમિંગને લઇને બનાવ્યા કડક નિયમ


દીપક ચહરની પત્નીની સ્ટાઈલથી લોકોના હોશ ઉડ્યા, સુંદરતામાં અભિનેત્રીઓને આપે છે ટક્કર


IPL 2023: દિલ્હીએ સતત હારની લગાવી હેટ્રિક, રાજસ્થાને 57 રનથી હરાવી દીધુ


158 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમને શરૂઆતમાં પહેલો ઝટકો પહેલી ઓવરમાં જ લાગ્યો. જ્યારે પેસર જેસન બેહરેનડોર્ફે દેવોન કોનવે (0) ને ઈનિંગના ચોથા બોલે બોલ્ડ કર્યો. ત્યારબાદ અજિંક્ય રહાણેએ અરશદ ખાનની ઓવરમાં તાબડતોબ બેટિંગ કરતા 23 રન ઠોક્યા. તેણે 19 બોલમાં 50 પૂરા કર્યા. તે પિયુષ ચાવલાની બોલિંગમાં આઉટ  થયો. રહાણેએ 27 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 61 રન કર્યા. 


ઋતુરાજ ગાયકવાડે એકવાર ફરીથી શાનદાર બેટિંગ કરી. તેણે સંયમ જાળવ્યો અને જીત અપાવીને અણનમ પાછો ફર્યો. ગાયકવાડે 36 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 40 રન કર્યા. શિવમ દુબેએ 26 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રન કર્યા 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube